જુનાગઢ : ઘર આંગણામાં ગાંજાના છોડનું વાવેતર કરનાર ઓસા ગામના શખ્સની ધરપકડ, રૂ. 1.75 લાખનો મુદ્દામાલ જપ્ત

જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકના ઓસા ગામમાંથી ગાંજાનો કાળો કારોબાર ચાલતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

જુનાગઢ : ઘર આંગણામાં ગાંજાના છોડનું વાવેતર કરનાર ઓસા ગામના શખ્સની ધરપકડ, રૂ. 1.75 લાખનો મુદ્દામાલ જપ્ત
New Update

જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકના ઓસા ગામમાંથી ગાંજાનો કાળો કારોબાર ચાલતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના ઓસા ગામે હનુમાન મંદિર નજીક ગેરકાયદેસર પાસ પરમીટ વગર રહેણાંક મકાનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. જેમાં ઘરના આંગણામાં વનસ્પતિજન્ય નશીલા પદાર્થ એવા ગાંજાના ગેરકાયદેસર 34 છોડના વાવેતર સાથે SOG પોલીસે શખ્સ નરશી ખાખસને ઝડપી પાડ્યો હતો. ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ આરોપી ભૂતકાળમાં પણ હત્યાના ગુનામાં જેલ જઈ ચૂક્યો હોવાની માહિતી સાંપડી રહી છે. આ ઉપરાંત તે પોતે પણ ગાંજાનું વ્યસન કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં તે પોતે ઘરેથી ગાંજાનું વેચાણ કરતો હોવાની વિગત બહાર આવી છે, ત્યારે હાલ તો માંગરોળના શીલ પોલીસ દ્વારા NDPS એક્ટ હેઠળ રૂ. 1.75 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#Gujarat #CGNews #Junagadh #goods seized #ganja plants #Osa village #house yard
Here are a few more articles:
Read the Next Article