Connect Gujarat
ગુજરાત

ભારત દેશના એકમાત્ર જુનાગઢનું મીઠાપુર ગામ મગફળી સંશોધન કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત…

X

દરેક ગામની અલગ ઓળખ હોઈ છે. જેમ કે, કેસર કેરી માટે તાલાલા-ગીર પ્રખ્યાત છે, તેમ જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાનું મીઠાપુર ગામ મગફળી સંશોધન કેન્દ્ર ભારતભરમાં પ્રખ્યાત બન્યું છે. મીઠાપુર ગામમાં ભારતનું એકમાત્ર મગફળી સંશોધન કેન્દ્ર પ્રસ્થાપિત થયું છે, ત્યારે ખેડૂતોની આવક બમણી કરવા તથા મગફળીના મૂલ્યવર્ધન માટે અહી અનોખી પહેલ કરવામાં આવી છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

આ છે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાનું મીઠાપુર ગામનું મગફળી સંશોધન કેન્દ્ર. કે, જે ભારત સરકારનું મોટામાં મોટું એકમાત્ર મગફળી સંશોધન કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થયું છે. આવા જ એક આદર્શ ગામ તરીકે મીઠાપુર ગામને ડેવલોપ કરવા એક કાર્યક્રમની શરૂઆતમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં ગામના દરેક ખેડૂતોને માહિતી અને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં બિયારણ, જમીનમાં વાવેતર તેમજ ઉત્પાદનથી લઈ મગફળી વહેંચણી સુધી મૂલ્યવર્ધન સુધી ખેડૂતોને માહિતગાર કરાયા હતા.

મીઠાપુર મગફળી સંશોધન કેન્દ્રને ઔધોગિક દરજ્જો મળે અને ગામની મગફળી સર્ટિફાઇડ બિયારણ તરીકે અન્ય ગામના ખેડૂતો લેવા આવે તેવા આશયથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો તેમજ કૃષિ તજજ્ઞો જોડાયા હતા. કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળના મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા તથા મગફળીની મૂલ્યવર્ધન માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં મગફળીનું ઉત્પાદન કરતાં ખેડૂતોને મગફળીનું ઉચ્ચ ગુણવત્તાનું બિયારણ આપી અને તેના ઉત્પાદનનું સીધું વેચાણ કરવાના બદલે તેનું મૂલ્યવર્ધન કરી વેચાણ કરવા અંગે દીલ્હીથી આવેલ અધિકારીઓએ ખેડૂતો સાથે સંવાદ હતો.

Next Story