જુનાગઢ : ધંધુસરમાં કુદરતનો કરિશ્મા,પ્રજોત્પતિ વિના ચાર લીટર દૂધ આપતી કામધેનુએ સર્જ્યું કુતુહલ

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસરમાં એક ખેડૂત પરિવારનાં ત્યાં કુદરતનો અદભૂત કરિશ્મા જોવા મળ્યો છે,એક પણ વાર પ્રજોત્પતિ વિના એક ગાય રોજનું ચાર લીટર દૂધ આપી રહી છે.

author-image
By Connect Gujarat Desk
New Update
  • ધંધૂસરામાં કુદરતનાં કરિશ્મા સમાન ઘટના

  • પ્રજોત્પતિ વિના દૂધ આપતી ગાય

  • કામધેનુ રોજનું ચાર લીટર આપે છે દૂધ

  • તબીબી તપાસમાં ગાયને ગર્ભાશય ન હોવાનું થયું નિદાન

  • ખેડૂત પરિવાર માટે આ ઘટના ઈશ્વરીય ચમત્કાર સમાન

Advertisment

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસરમાં એક ખેડૂત પરિવારનાં ત્યાં કુદરતનો અદભૂત કરિશ્મા જોવા મળ્યો છે,એક પણ વાર પ્રજોત્પતિ વિના એક ગાય રોજનું ચાર લીટર દૂધ આપી રહી છે. આ કામધેનુએ ખેડૂત પરિવાર સહિત ગ્રામજનોમાં ભારે કૂતુહલ સર્જી દીધું છે.

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસરમાં રહેતા પૂંજાભાઈ સરમણભાઈ મૂળિયાસીયાની ગાયે 2021ના વર્ષમાં મહાશિવરાત્રીની રાત્રે એક વાછરડાને જન્મ આપ્યો હતોતેની થોડી વાર બાદ વાછરડીને જન્મ આપ્યો હતો. ત્યારે વેટરનરી તબીબે વાછરડી પાછળથી આવી છે એટલે તેમાં કઈ ખોડખાંપણ હશે એમ જણાવ્યું હતું. ખેડૂત પરિવારે સ્નેહ પૂર્વક વાછરડા અને વાછરડીનો ઉછેર કર્યો હતો. ખેડૂતે જણાવ્યું હતું કે વાછરડો દોઢ બે વર્ષનો થયો ત્યારે તેને શેરનાથ બાપુને અર્પણ કર્યા હતો. વાછરડી અઢી ત્રણ વર્ષની થઈ ત્યારે વેટરનરી તબીબે તપાસ કરતા તેને ગર્ભાશય ન હોવાનું જાણવા મળ્યું હતું. આ વાછરડીને માલ ગામે રહેતો તેમનો ભાણેજ લઈ ગયો હતો. થોડા સમય પહેલા એ ગાયને ધંધુસર લઈ આવવામાં આવી હતી. ગાયને તાવ આવી જતા ભાણેજે કુતિયાણાના વેટરનરી તબીબને મોકલ્યા હતાતેઓએ ગાયની તપાસ કરી આ ગાયને દોહવાનું શરૂ કરવા જણાવ્યું હતું. છેલ્લા 15-20 દિવસથી દોહવાનું શરૂ કર્યું છે. શરૂઆતમાં સવારે એક દોઢ લિટર આસપાસ દૂધ આપતી હતીહાલ સવાર સાંજ બે- બે લિટર જેટલું દૂધ આપે છે. આમ આ કામધેનુ રજસ્વલામાં આવતી નથીગર્ભાશય ન હોવાથી પ્રસુતિ થઈ નથી છતાં રોજ કુલ ચાર લિટર દૂધ આપે છે. આ ગાયની જીભચારેય આંચળ અને કાન કાળા છે. ખેડૂત પરિવાર તેને પોતાનાં ઘરની  સભ્ય જ માને છે. વધુમાં આ ગાય આજીવન દૂધ આપશે તેમજ વચ્ચે વસુકી જવાનો સમય આવે એવી સંભાવના પણ નથી. શાસ્ત્રોમાં આવી ગાયને કામધેનુ કહેવામાં આવી છે.

આ કામધેનુ ગાયને થોડા સમય પહેલા 17.51 લાખમાં માંગવામાં આવી હતી છતાં ગીર પ્રજાતિની આ ગાયને આપવા પરિવારે ના પાડી દીધી હતી. રોજ બ રોજ ગાયને જોવા અને તેને લેવા માટે લોકો આવતા રહે છે પરંતુ ખેડૂત પરિવારે તો આ ગાયને આજીવન પોતાના પરિવારની સભ્ય જ બનાવી કોઈને ન આપવાનો સંકલ્પ કરી લીધો છે.

વેટરનરી ડોક્ટર દ્વારા આ ગાયની તપાસ કરવામાં આવી હતી.તો ડોક્ટર પણ ચોંકી ગયા હતા અને ગાયને તપાસ કરતા તેને ગર્ભાશય ન હોવાનું જાણવા મળ્યું હતું.જેથી ભવિષ્યમાં તે ક્યારેય પણ માઁ નહીં બની શકે પરંતુ તેની તબિયત વધુ ને વધુ ખરાબ થતી હોવાથી તેને ખેડૂત સંપત્તિને દોહવાની સલાહ આપી હતી,અને ખેડૂત દંપતિ દ્વારા સલાહ મુજબ આ ગાયને છેલ્લા 15 - 20 દિવસથી દોહવાનું શરૂ કર્યું છે અને ગાય દરરોજનું એકથી ચાર લીટર જેટલું દૂધ આપવા લાગી છે.સવારે બે લીટરને સાંજે બે લીટર એમ કરી ચાર લીટર દૂધ આપતા સૌને નવાઈ લાગી છે. માતૃત્વ ધારણ કર્યા વગર ગાય દૂધ આપતા સૌ કોઈ માટે આ ઘટના કુદરતની ભેટ સમાન બની ગઈ છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: ઓનલાઈન ગેમિંગમાં રૂ.10 લાખ હારી જતા યુવાને વાગરામાં જવેલરી શોપમાં કરી લૂંટ, પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા

New Update

ભરૂચના વાગરામાં બન્યો હતો ચકચારી બનાવ

Advertisment

જવેલરી શોપમાં થઈ હતી લૂંટ

જવેલર્સની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટ ચલાવવામાં આવી હતી

પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની કરી ધરપકડ

ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા કરી લૂંટ

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા તેણે લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.
Advertisment

ભરૂચના વાગરામાં ભરચક બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની જ્વેલરી શોપમાં લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો જેમાં બુકાનીધારી ઇસમે જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 4 લાખના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી છે.પોલીસે લૂંટના ચક્ચારી બનાવવામાં રોઝા ટંકારીયા ગામના રાકેશ પ્રજાપતિ નામના યુવાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલ રૂ.3.65 લાખના તમામ દાગીના રિકવર કરવામાં આવ્યા છે.આ સાથે જ રૂપિયા 70 હજારની કિંમતની બાઈક પણ કબજે લેવામાં આવી છે.આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીની કડક પૂછતાછ  કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો.આરોપી ઓનલાઈન સટ્ટા ગેમિંગ રમતો હોય તો જેમાં તે રૂપિયા 10 લાખ હારી જતા લૂંટ અંગેનો પ્લાન બનાવ્યો હતો અને ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રાટકી લુટના ગુનાને અંજામ આપ્યો હતો જોકે હાલ આરોપીએ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે

Advertisment