જુનાગઢ: ઓજતનો પાળો તૂટતા ઘેડ પંથક જળબંબાકાર,ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો

ઓજત નદીના પાળા તૂટતા માણાવદર પંથકના મટીયાણા સહિતના ગામોમાં ઘરની અંદર પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે..

New Update
જુનાગઢ: ઓજતનો પાળો તૂટતા ઘેડ પંથક જળબંબાકાર,ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો

જૂનાગઢમાં જળબંબા કારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઓજતનદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા આસપાસના ગામના ખેતરોમાં પાણી ભરાય જતાં ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે છેલ્લા બે દિવસથી જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના લીધે ઓજત નદીમાં પૂર આવતા ઘેડ પંથકમાં પાણી ફરી વળ્યા છે.ગતરાત્રિના અચાનક જ ઓજત નદીના પાળા તૂટતા માણાવદર પંથકના મટીયાણા સહિતના ગામોમાં ઘરની અંદર પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે..

દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે લોકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા.આ વર્ષે જ નહીં પરંતુ દર વર્ષે ઓજતમાં પૂર આવે ત્યારે જળબંબાકાર જેવી સ્થિતિનું ઘેડ પંથકમાં નિર્માણ થતું હોય છે ઓજત નદી સાંકડી હોવાથી આ સ્થિતિ જોવા મળે છે.ઘેડ પંથકના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ઘૂસી જાય છે હજુ સુધી તંત્રની એક પણ ટીમ મટીયાણા ગામે નથી પોહચી ત્યારે લોકોએ સરકાર સામે રોષે ભરાયાં છે.

આ પરિસ્થિતિ છે ઘેડ પંથકના ખેડૂતોની કારણ કે ઘેડ પંથકના ગામડાઓ ફરી બેટમાં ફેરવાયા છે ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ઓજત નદીમાં ગત રાત્રિના પુર આવતા નદીના પાળાઓ તૂટતા માણાવદર પંથકનું ઘેડ વિસ્તાર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થતાં અહીંના ખેતરોમાં પાણી ફરી વળતા મગફળી સહિતનો પાક નિષ્ફળ થયો છે તેના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

ઘેડ પંથકના મટીયાણા, ઓસા, ફૂલરામાં, આંબરડી,પાદરડી, સહિતના ગામોમાં પાણી ઘૂસ્યા છે સાથે ખેતરોમાં પાણી ઘૂસી જતા મગફળી સહિતનો પાક નિષ્ફળ થયો છે હજારો વીઘામાં વાવેતર કરવામાં આવેલ પાક નિષ્ફળ જતાં ખેડૂતોને પાયમલ થવાનો વધુ એકવાર વારો આવ્યો છે

Latest Stories