જુનાગઢ: ઝાંઝરડા રોડ પર સોસાયટીના રસ્તાઓ પર કાદવ –કીચડનું સામ્રાજ્ય

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર અમુક સોસાયટીના વિસ્તારમાં રસ્તાઓ ઉપર કાદવ કીચડના સામ્રાજ્ય અને ખરાબ રસ્તાના કારણે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો

New Update

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર અમુક સોસાયટીના વિસ્તારમાં રસ્તાઓ ઉપર કાદવ કીચડના સામ્રાજ્ય અને ખરાબ રસ્તાના કારણે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો જેને લઈને મહિલાઓ રસ્તાઓ ઉપર આવી ચક્કાજામ કર્યો હતો.

આ દ્રશ્યો છે જુનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ સોસાયટી વિસ્તારના કે જ્યાં કાદવ કિચડના સામ્રાજ્યના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી મહિલાઓએ ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર સમસ્યાને સાંભળવા એક પણ નગરસેવક અત્યાર સુધી ફરક્યા નથી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કામકાજ અર્થે અને બાળકોને શાળાએ લેવા મૂકવા જતી વખતે તેઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે તેમની આ સમસ્યાનું સમાધાન કરવામાં આવે તો બીજી તરફ મનપાના વોટર શાખાના અધિકારી અલ્પેશ ચાવડાએ સ્થળ તપાસ કરી અને લોકોને આશ્વાસન આપ્યું હતું કે ગેસ લાઈન, પાણીની લાઈન સહિતના કામકાજ હાલ શહેરમાં કાર્યરત હોવાના કારણે અમુક સ્થળ પર આ પ્રકારની સમસ્યા સર્જાય છે જેનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે.

Latest Stories