Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : શાળાએ જતી સગીરાનું અપહરણ કરનાર 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ…

જય સુખાનંદી સગીરા સાથે વોટ્સએપમાં વાતો કરતો હતો. બાદમાં સગીરાની મરજી વિરુદ્ધ તેનું અપહરણ કર્યું

X

વિસાવદરમાં શાળાએ જતી સગીરાનું થયું હતું અપહરણ

શખ્સોએ સગીરા સાથે વોટ્સએપમાં કેળવી હતી મિત્રતા

સગીરાને વાતોમાં ભોળવી કારમાં લઈ જઈ કર્યું અપહરણ

અપહરણ કરનાર 2 શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરાય

કોર્ટની મંજૂરી બાદ સગીરાનો મેડિકલ ટેસ્ટ કરાશે : પોલીસ

જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં શાળાએ જતી સગીરાનું અપહરણ કરનાર 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં શાળાએ જતી સગીરાને જય સુખાનંદી નામનો શખ્સ પોતાની કારમાં બેસાડી અપહરણ કરી ગયો હતો. આ બનાવમાં પોલીસને જુનાગઢના ઝાંઝરડા રોડ પરના એક એપાર્ટમેન્ટમાંથી ભોગ બનનાર સગીરા મળી આવી હતી, જ્યાંથી જય સુખાનંદીને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો.

જય સુખાનંદી સગીરા સાથે વોટ્સએપમાં વાતો કરતો હતો. બાદમાં સગીરાની મરજી વિરુદ્ધ તેનું અપહરણ કર્યું હતું, જ્યારે આ મામલામાં મદદગારી કરનાર અન્ય શખ્સ રિયાઝને પણ પોલીસે લોધિકાથી દબોચી લીધો હતો. જોકે, પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સગીરાએ દુષ્કર્મની વાતને નકારી હતી, ત્યારે હાલ તો કોર્ટની મંજૂરી બાદ સગીરાનો મેડિકલ ટેસ્ટ કરાશે, હાલ સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story