જુનાગઢ : વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે પોલીસે કરી એક ઈસમની ધરપકડ

ગાંજાનો 1,996 ગ્રામ જથ્થો જેની કિંમત રૂ. 1,960 ઉપરાંત 5 હજારનો મોબાઇલ ફોન, રોકડ રકમ 920 રૂપિયા અને મોપેડ પણ જપ્ત કરી જુનાગઢ બી’ ડિવિઝન પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી

author-image
By Connect Gujarat Desk
New Update
ગાંજાના જથ્થા સાથે પોલીસે કરી એક ઈસમની ધરપકડ

પોલીસે વનસ્પતિજન્ય ગાંજાના જથ્થો જપ્ત કર્યો

રૂ. 55 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

મોબાઇલરોકડ રકમ સહિત મોપેડ જપ્ત કરાયું

એક ઈસમની ધરપકડ સાથે કાયદેસરની કાર્યવાહી

સુરતથી ગાંજો મોકલનાર ઈસમ વોન્ટેડ જાહેર

 જુનાગઢમાં વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સહિત રૂ. 55 હજારથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કેમૂળ જુનાગઢનો રહેવાસી ભરત ઉર્ફ પૂરન બગડા જે ગાંજાનો જથ્થો લઈને મોપેડ પર સવાર થઈ ભૂતનાથ ફાટકથી પસાર થવાનો છે.

જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. ભરત બગડા પાસેથી વનસ્પતિજન્ય ગાંજાનો 1,996 ગ્રામ જથ્થો જેની કિંમત રૂ. 1,960 ઉપરાંત 5 હજારનો મોબાઇલ ફોનરોકડ રકમ 920 રૂપિયા અને મોપેડ મળી કુલ 55,880 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી જુનાગઢ બી’ ડિવિઝન પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફસુરતથી ગાંજો મોકલનાર તુષાર જોષીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ કરવામાં આવી છે.

Latest Stories