જુનાગઢ : લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરનાર પરિણીત યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક ગામમાં રહેતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવનાર પરિણીત યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • કેશોદના એક ગામમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મની ઘટના

  • પરિણીત યુવકે યુવતીને ફસાવી હતી પોતાના પ્રેમજાળમાં

  • યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર આચર્યું દુષ્કર્મ

  • પરિણીત યુવક વિરુદ્ધ કેશોદ પોલીસ મથકે નોંધાય ફરિયાદ

  • યુવકને ઝડપી પાડવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક ગામમાં રહેતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવનાર પરિણીત યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક ગામમાં રહેતી યુવતીને પરિણીત યુવકે પોતાના પ્રેમજાળમાં ફસાવી હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. યુવકે યુવતીને લગ્ન કરશે એટલે તેની પત્ની છુટાછેડા આપશે તેવા પ્રલોભનો આપ્યા હતા. આ સાથે જ યુવતીને વિશ્વાસમાં લઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

જોકેપરિણીત યુવક યુવતી સાથે મૈત્રી કરાર કરી પત્નીથી અલગ રહેતો હતો. સતત ડોઢ વર્ષના સમયગાળા દરમ્યાન દુષ્કર્મ આચર્યા બાદ મૈત્રી કરાર રદ કરાવી યુવતીને લગ્ન કરવાની ના પાડી દેતાં યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે રંગપુર ગામના પુનિત બાબરિયા વિરૂદ્ધ દુષ્કર્મનો ગુન્હોં નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.

Read the Next Article

ભરૂચ: ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ગરુડ સેના દ્વારા કાર્યક્રમ યોજાયો

  • રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

  • સંસ્થાના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં કાર્યકરત ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી ગરુડ સેનાના પ્રતિનિધિ સેજલ દેસાઈ, વિક્રમ ભરવાડ તથા દાનુ ભરવાડની ટીમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈ રક્તદાન કરી સમરસતા અને માનવતાની ભાવના પ્રગટાવી હતી