/connect-gujarat/media/media_files/2025/01/27/GqgTWJKR1xIEaQaUePhA.jpg)
જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. વિસાવદરના રતાંગથી હરીપુર તરફ જતા રસ્તે આવેલા વજુ શીંગાળાના ખેતરના મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી તીનપત્તીનો જુગાર રમતા 10 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂ. 7.80 લાખ અને નાલના રૂ. 40 હજાર મળી કુલ રૂ. 8.20 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 10 મોબાઈલ ફોન કિંમત રૂ. 1.12 લાખ અને બે વાહનો કિંમત રૂ. 17 લાખ સહિત કુલ રૂ. 26.32 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓમાં વજુભાઈ શીંગાળા (હરીપુર), જેન્તીલાલ ડોબરીયા (ઉપલેટા), મધુભા જાડેજા (રાજકોટ), સમકુભાઈ ખવડ (અમરેલી), અરવિંદભાઈ ફળદુ (રાજકોટ), જીતેન્દ્રભાઈ પટેલ (માખાવડ), પ્રધ્યુમનસિંહ ઝાલા (રાજકોટ), જમનભાઈ પ્રજાપતિ (રાજકોટ), ભાવેશ ખાણંદર (રાજકોટ) અને જીતેન્દ્ર કપુપરા (ઉપલેટા)નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ વિરુદ્ધ વિસાવદર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4, 5 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સફળ કામગીરી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલ, એએસઆઈ નિકુલ પટેલ સહિતની ટીમે પાર પાડી હતી.