/connect-gujarat/media/post_banners/4b826491b51e5878ce649db01b0c951e160fb9d28bed5df88851917a66e44849.jpg)
જુનાગઢના એક એવા શખ્સ છે જેમની ઉંમર ૭૦ વર્ષની છે, ત્યારે આ ઉંમરે પણ દેશપ્રેમ અને લોકસેવા થકી લોકો તેઓને ઓનલી ઇન્ડિયન તરીકે ઓળખી રહ્યા છે. ઓનલી ઇન્ડિયન પવિત્ર શ્રાવણ માસમાં દૂધનો સદ્ ઉપયોગ કરવાનો દુનિયાભરને સંદેશો પાઠવી રહ્યા છે.
મિત્રો, આપે બેંક તો અનેક જોઈ હશે, પણ મીલ્ક બેન્ક કદી જોઈ છે ખરી..? નહી ને... તો આ મીલ્ક બેંક જુનાગઢના ૭૦ વર્ષીય વૃદ્ધ કહો કે, યુવાન એવા ઓનલી ઇન્ડિયન કે, જે દેશભક્તિના રંગે રંગાયેલા છે. તેઓ દેશ સેવાની સાથે સાચા અર્થમાં માનવ સેવાનું કાર્ય પણ કરે છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શ્રાવણ માસમાં શીવભક્તો મહાદેવની અનેરી સેવા પૂજા કરતા હોય છે. શીવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠતા હોય છે. તો સાથે જ શીવજીને દૂધ-પાણી અને બીલીપત્રથી અભીષેક કરીને ધન્યતા અનુભવતા હોઈ છે. જોકે, શિવજીને અર્પણ કરવામાં આવતું દૂધ આમ તો વહી જતું હોઈ છે, ત્યારે આ દૂધ ગરીબોના પેટ સુધી પોહચે તે માટે ઓનલી ઇન્ડિયન તરીકેની ઓળખ ધરાવતા વૃદ્ધે અનોખી મિલ્ક બેન્કની શરૂઆત કરી છે.
જુનાગઢમાં મિલ્ક બેન્ક થકી અનેક શિવ મંદિરોમાંથી દૂધ એકઠું કરવામાં આવે છે, અને આ દૂધને ગરમ કરીને તેમાં ખાંડ ભેળવી સૌપ્રથમ ઓનલી ઇન્ડિયન દ્વારા ટેસ્ટ કર્યા બાદ ગરીબ અને કુપોષિત બાળકોને વિતરણ કરવામાં આવે છે, ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં આ પ્રકારની અનોખી સેવા બદલ લોકો ઓનલી ઇન્ડિયનને ખૂબ બિરદાવી રહ્યા છે. આ ઉંમરે પણ ઓનલી ઇન્ડિયન છેલ્લા 7 વર્ષથી સેવા કરતા આવ્યા છે. શ્રાવણ માસ દરમ્યાન શિવ મંદિરમાંથી રોજનું 30 લીટર જેટલું દૂધ એકત્ર કરી ગરીબોને આપે છે. માત્ર સેવાથી અટકતા નથી, પોતે સાચા દેશપ્રેમ સાથે જોડાયેલ છે, ત્યારે પ્રદુષણ મુક્તની વાતો વચ્ચે આજે પણ તે સાઇકલ પર હફરી લોકોને "પેટ્રોલ બચાવો, દેશ બચાવો"નો સંદેશ આપે છે. જેથી જ કહી શકાય કે, ખરા અર્થમાં દેશભક્તિ વૃદ્ધ એવા ઓનલી ઇન્ડિયનમાં જ જોવા મળી રહી છે.