Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: ભવનાથમા સનાતન સંમેલન યોજાયું, દતાત્રય ટૂંક પર થયેલ ઘટનાની દરેકે કરી ટીકા

જૂનાગઢના ગિરનાર પર્વત પર ગુરૂ દત્તાત્રેય શિખર પર ઘર્ષણનો બનાવ બન્યો હતો

X

જૂનાગઢના ગિરનાર પર્વત પર ગુરૂ દત્તાત્રેય શિખર પર ઘર્ષણનો બનાવ બન્યો હતો જે અંતર્ગત ભવનાથમા સાધુ સંતો અને ભક્તોનું સનાતન સંમેલન મળ્યું હતું.

આ દ્રશ્યો છે જૂનાગઢના ભવનાથમા આવેલ ભારતી આશ્રમના.જ્યા વિરાટ સનાતન સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો અને ભક્તો ઉમટી પડ્યા હતાઅહીં પરબધામના કરશનદાસજી બાપુ, અગ્નિ અખાડાના અધ્યક્ષ મુક્તાનંદ બાપુ, ગુરૂ ગોરક્ષનાથ આશ્રમના શેરનાથજી બાપુ,, મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી બાપુ, બળેજના ભુવા આતા જેઠા આતા, અંબાજી મંદિર મોટાપીરબાવા,તનસુખગીરીજી બાપુ સહીતના મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શેરનાથ બાપુએ જણાવ્યું હતું કે ગિરનાર સિદ્ધ ક્ષેત્ર છે.ગિરનારનું આધ્યાત્મિક મહત્વ છે. સનાતન સંમેલનમા એક સૂરમાં દતાત્રય ટૂંક પર થયેલ મામલે જવાબદાર જૈન અનુયાયીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે, ઉપરાંત આગામી 7 તારીખે પાલીતાણામા સંમેલન યોજવાની જાહેરાત પણ કરાઇ હતી.

Next Story