-
માનસિક દિવ્યાંગો માટેના ગાંગેડી આશ્રમ સામે આક્ષેપ
-
આશ્રમમ 200થી વધારે દિવ્યાંગો રહે છે
-
સુરતની માતાએ આશ્રમ સામે કર્યા આક્ષેપ
-
માનસિક દિવ્યાંગ દીકરીને બાંધીને રાખતા હોવાના આક્ષેપ
-
22 વર્ષીય દીકરીને માર પણ મારતા હોવાના ગંભીર આક્ષેપ
-
આશ્રમ સંચાલકે આક્ષેપોને ફગાવ્યા
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં સમઢીયાળા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી માનસિક દિવ્યાંગ લોકો માટે બનાવવામાં આવેલો ગાંગેડી આશ્રમ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. સુરતમાં રહેતા ભૂમિબેન મહેતાની 22 વર્ષની દીકરી દિશા મહેતા માનસિક દિવ્યાંગ હોવાથી ગાંગેડી આશ્રમમાં એક મહિના પહેલા મૂકવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલી માનસિક દિવ્યાંગ લોકોની સેવા કરતી ગાંગેડી આશ્રમ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. સુરતની એક મહિલા દ્વારા આ આક્ષેપો કરવામાં આવતા ચકચાર મચી છે.સુરતમાં રહેતા ભૂમિબેન મહેતાની 22 વર્ષની દીકરી દિશા મહેતા માનસિક દિવ્યાંગ હોવાથી ગાંગડી આશ્રમમાં એક મહિના પહેલા મૂકવામાં આવી હતી. તારીખ 1 માર્ચના રોજ ભૂમિબેન પોતાની 22 વર્ષની દીકરીને મળવા ગયા હતા,ત્યારે અહીંના સંચાલકો દ્વારા તેમને મળવા દેવાની મનાઈ કરવામાં આવી હતી.
ઉપરાંત અહીં તેમની દીકરીને સાંકળથી બાંધીને રાખવામાં આવતી હોવાના પણ તેઓએ આક્ષેપ કર્યા છે. સાથે સાથે દીકરીને આશ્રમના સંચાલકો દ્વારા લાકડી વડે માર માર્યો હોવાના પણ આરોપ લગાવાયા છે.
બીજી તરફ ગાંગેડી આશ્રમની રિયાલિટી ચેક દરમિયાન આશ્રમના સંચાલક દ્વારા આ તમામ બાબતોને પાયા વિહોણા ગણાવ્યા હતા.આ સંસ્થામાં 200થી વધારે દિવ્યાંગ લોકો રહે છે.જેમાં 95 જેટલી મહિલાઓ અહીં રહે છે. કોઈપણ પ્રકારની ફી લીધા વગર અહીં આ 200 થી વધારે દિવ્યાંગોને રાખવામાં આવે છે.
ત્યારે સુરતની મહિલા દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા છે તેને લઈને જણાવ્યું હતું કે તેની દીકરી બીજા અન્ય લોકોને મારતી હતી અને બીજાને નુકસાન વધારે ન કરે તે માટે તેને બાંધી રાખવામાં આવી હતી.જ્યારે માર મારવાની વાત સદંતર ખોટી હોવાનો ખુલાસો કર્યો હતો.