Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : લીલી પરિક્રમા અંગે તંત્રએ મોડી બેઠક બોલાવતા સાધુ-સંતોમાં રોષ, કહ્યું "આ પોલિટિકલ મિટિંગ નથી"

જુનાગઢના ભવનાથ ખાતેથી દર વર્ષે પૌરાણિક લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખો શ્રદ્ધાળુ ગિરનાર ફરતે પરિક્રમા કરી પુણ્યનુ ભાથું બાંધે છે.

X

જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાના આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે સાધુ-સંતો અને વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાય હતી. જોકે, લીલી પરિક્રમાને હવે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે બેઠક બોલાવાતા દત્તાત્રેય શિખરના મહંતે તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા હતા.

જુનાગઢના ભવનાથ ખાતેથી દર વર્ષે પૌરાણિક લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખો શ્રદ્ધાળુ ગિરનાર ફરતે પરિક્રમા કરી પુણ્યનુ ભાથું બાંધે છે. આ લીલી પરિક્રમાનો રૂટ 36 કીમીનો છે. જોકે, લીલી પરિક્રમાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આગામી તા. 23 નવેમ્બરથી શરૂ થનાર પરિક્રમા અનુંસંધાને કલેક્ટર કચેરી ખાતે સાધુ-સંતો, મહંતો સહિત પદાધિકારીઓ અને તંત્રના અધિકારીઓ વચ્ચે અગત્યની બેઠક મળી હતી. જેમાં લીલી પરિક્રમા સફળ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી સૂચનો પણ રજૂ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ, દત્તાત્રેય શિખરના મહંત મહેશગિરીએ તંત્ર દ્વારા મોડી બેઠક બોલાવવા અંગે સવાલ ઉઠાવ્યા હતા. "આ પોલિટિકલ મિટિંગ નથી" કહેતા મહેશગિરિ બાપુએ પ્રશાસનની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. 75 વર્ષના અમૃત મહોત્સવ છતાં વિકાસના નામે મેળો કરતા હોય તેવા દેખાવ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જો પ્રજાની સુવિધા નહીં સચવાય તો સાધુ-સંતો કાળા વાવટા ફરકાવી અન્નક્ષેત્રમાં સેવા કરશે તેમ જણાવ્યુ હતું.

Next Story