Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : રાષ્ટ્રીય કક્ષાની 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાય…

16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાય હતી. જેમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

X

જુનાગઢ ખાતે 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાય હતી. જેમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃંત્તિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા જુનાગઢ જિલ્લાભ વહીવટી તંત્રના ઉપક્રમે જુનાગઢ મુકામે ભારતભરના સિનિયર-જુનિયર યુવક અને યુવતિઓ માટેની 16મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પકર્ધા યોજાય હતી. જેમાં ભવનાથ તળેટીથી અંબાજી મંદિરના 5,500 પગથીયાં સુધી ભાઇઓ અને બહેનો માટેની ભવનાથ તળેટીથી માળી પરબના 2,200 પગથિયા સુધીની છે. રાષ્ટ્રિય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભારતના જુદા-જુદા રાજ્યોમાંથી 506 સ્પર્ધકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. દેશભરમાંથી ઉમટેલા સ્પર્ધકોએ ફૂલ ગુલાબી ઠંડીમાં ગરવા ગિરનારને આંબવા દોટ મુકી હતી. જુનાગઢના મેયર ગીતાબેન અને MLA સંજય કોરડીયાએ ફ્લેગ ઓફ કરી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. મહત્વનું છે કે, ભાઈઓ માટે 5500 પગથિયાંની સ્પર્ધા હતી, જયારે બહેનો માટે 2200 પગથિયાંની સ્પર્ધા નિર્ધારિત કરાય હતી.

Next Story