જૂનાગઢ : શિક્ષણ જગત થયું શર્મસાર,આસી.પ્રોફેસરે વિદ્યાર્થીનીને બિભસ્ત મેસેજ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

વિદ્યાર્થીનીને બિભસ્ત મેસેજ કરીને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે,હાલ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

New Update
  • સોરઠમાં શિક્ષણ જગત થયું શર્મસાર

  • સરકારી વિનયન કોલેજના આસી.પ્રોફેસરનું લાંછનરૂપ કૃત્ય

  • છાત્રાને બિભત્સ મેસેજ કરીને આપી નાપાસ કરવાની ધમકી

  • સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • મેસેજના સ્ક્રીનશોટ વાયરલ થતા મામલો ગરમાયો

જુનાગઢનાં ભેંસાણની સરકારી વિનયન કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરે શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે.વિદ્યાર્થીનીને બિભસ્ત મેસેજ કરીને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે,હાલ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

જૂનાગઢના ભેંસાણની સરકારી વિનયન કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરે છાત્રાઓને ઇન્ટર્નલ માર્કસમાં નાપાસ કરી તેઓની છેડતી કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો. જોકે,હજુ સુધી આ અંગેની કોઈ ફરિયાદ નોંધાઈ નથી. આ શખ્સે વિદ્યાર્થીનીઓના મોબાઇલમાં એક અધ્યાપકને ન છાજે એવા બિભત્સ શબ્દો લખ્યા હતા. જે અંગે વિદ્યાર્થીનીએ તેને આમ ન કરવા વિનવણી કરતા તેણે નાપાસ કરવાની ધમકી પણ આપી હતી.

મામલો ચર્ચામાંથી પ્રિન્સિપાલ પાસે અને ત્યારબાદ છેક પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.પણ ફરિયાદ માટે કોઈ આગળ ન આવતા આખરે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પોતાની કક્ષાએથી તેની સામે શિક્ષણ વિભાગને કાર્યવાહી માટેનો રિપોર્ટ કર્યો છે.દરમિયાન હાલ આ શખ્સ મેડીકલ લીવ પર ઉતરી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.