Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : વરરાજાની કારમાં રિલ્સ-વિડિયો બનાવી યુવકે કર્યા જોખમી સ્ટંટ, પોલીસે ફરિયાદ નોંધી

X

લગ્નપ્રસંગે વરરાજાની કારમાં યુવકે કર્યો જોખમી સ્ટંટ

સ્ટંટબાજી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સ્ટંટબાજ યુવક વિરૂદ્ધ ગુન્હો નોંધી પોલીસ તપાસ શરૂ

જુનાગઢ શહેરમાં લગ્નપ્રસંગે વરરાજાની લક્ઝરિયસ કારનો દરવાજો ખુલ્લો રાખી એક યુવકનો જોખમી સ્ટંટ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારે હાલ તો સ્ટંટ કરનાર યુવક વિરૂદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયાનું ભુત આજના યુવાનોને એટલી હદે વળગ્યું છે કે, તેમને બીજા જીવની કોઇ પરવા નથી. રિલ્સના નામે અનેક લોકો જોખમી સ્ટંટ કરે છે, ત્યારે જુનાગઢથી પણ કંઇક આવી જ ઘટના સામે આવી છે. જેમાં વરરાજાની લક્ઝરિયસ કારમાં લગ્ન ટાણે દરવાજો ખુલ્લો રાખી એક યુવકનો સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડિયો જુનાગઢ શહેરના ઓપન જેલ વિસ્તારની આગળના ભાગે જમાલવાળી નજીક રોડ પરનો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક યુવક લગ્ન પ્રસંગે સફેદ કલરની ફોર વ્હીલ કારમાં ચાલુ કારે ડ્રાઇવર સીટ છોડી દરવાજો ખોલી સ્ટંટ કરે છે. આ સાથે જ તે પોતાના તેમજ કારમાં બેઠેલા અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મુકતો સાફ નજરે પડે છે. અત્રે મહત્વનું છે કે, સોશિયલ મીડિયામાં હાલ યુવાનોમાં રિલ્સ અને વિડિયો બનાવવાનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જોકે, અનેક વખત આ પ્રકારે વિડિયો બનાવવાના શોખ અજાણતા અકસ્માતે શોકમાં ફરી જાય તેવા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે હાલ તો જુનાગઢ પોલીસે સ્ટંટ કરનાર યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી સાથે આગળની તપાસ હાથ ધરી છે.


Next Story