જુનાગઢ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જનહિતના કાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન કરાયું...

પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 20 હજાર જેટલા ખેડૂતોને નિષ્ણાંતો દ્વારા પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન આપવામાં આવ્યું

New Update
જુનાગઢ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જનહિતના કાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન કરાયું...

કેન્દ્રિય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ જુનાગઢ જિલ્લાના મહેમાન બન્યા હતા, જ્યાં તેઓના વરદ હસ્તે જનહિતના કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા સહિતના ખેડૂતોને સરકારની ભેટ મળી છે. શહેરના સક્કરબાગ પાસે સૌરાષ્ટ્ર સિલિકેટ નામે જાણીતી જગ્યામાં 3764 ચોરસ મીટરમાં પ્રાકૃતિક કૃષિ બજારનું નિર્માણ કરવામાં આવશે. અહીંયા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત ખેત પેદાશનું વેચાણ કરવા માટેનું પ્લેટફોર્મ મળી રહેશે. આમ, આગામી દિવસોમાં પ્રાકૃતિક ખેતીને પણ વેગ મળી રહેશે.

Advertisment

ઉપરાંત ઝાંઝરડા રોડ પરના ભીંડી જ્વેલર્સ પાછળની જગ્યામાં ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. નું રૂ. 9.85 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથેનું નિર્માણ પામનાર 4 મંજીલા ઈમારતનું કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ ભવનમાં એકાઉન્ટ, લોન બ્રાન્ચ, એટીએમ, 500 લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતા ઓડિટોરિયમ સહિતની માળખાગત સુવિધા સાથેનું ભવન નિર્માણ કરવામાં આવશે. જનહિતના કાર્યોના લોકાર્પણ-ભૂમિપૂજનના સમારોહની સાથે પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 20 હજાર જેટલા ખેડૂતોને નિષ્ણાંતો દ્વારા પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જુનાગઢ એપીએમસીમાં પ્રાકૃતિક ઉત્પાદનો સહિતના પ્રદર્શનો માટે 20થી વધુ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા.

Advertisment
Latest Stories