Connect Gujarat
ગુજરાત

મહેસાણામાં કડી માર્કેટયાર્ડની આજે યોજાશે ચૂંટણી, ભાજપના 10 અને કોંગ્રેસના 2 ઉમેદવાર મેદાનમાં

મહેસાણામાં કડી માર્કેટયાર્ડની આજે યોજાશે ચૂંટણી, ભાજપના 10 અને કોંગ્રેસના 2 ઉમેદવાર મેદાનમાં
X

મહેસાણામાં કડી માર્કેટયાર્ડની આજે ચૂંટણી યોજાશે. ખેડૂત પેનલની 10 બેઠકની ચૂંટણીને લઈ ભાજપના 10 અને કોંગ્રેસના 2 ઉમેદવાર મેદાનમાં છે. વેપારી પેનલમાં તો ચૂંટણી પહેલા જ ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. તો સહકારી ખરીદ- વેચાણ પેનલમાં માત્ર એક જ ફોર્મ ભરાતા પાંચ ઉમેદવાર બિનહરીફ થયા. મહેસાણા APMCની ચૂંટણી કુલ બે બૂથ પર યોજાશે. 25 ઉમેદવારોમાંથી બે કોંગ્રેસના જ્યારે 10 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મેદાને છે. જ્યારે બાકીના 13 ઉમેદવારે ભાજપના મળેલા મેન્ડેડ પ્રમાણે 10 ઉમેદવારને ટેકો જાહેર કર્યો. તો ખેડૂત પેનલમાંથી 12 ઉમેદવાર કડી માર્કેટ યાર્ડની ચૂંટણીના મેદાનમાં છે. કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા 69 મંડળીઓના સભાસદો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી ખેડૂત પેનલના ઉમેદવારોને વિજય બનાવશે.

આજે કડી એપીએમસીની ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપે 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં દિગ્ગજ આગેવાનો અને અગ્રણીઓને પડતા મુકાતા કભી ખુશી કભી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે સંભવિત ઉમેદવારો પૈકી 6થી વધુ દિગ્ગજ અને સ્થાનિક અગ્રણીઓમાં નારાજગી જોવા મળી હતી. હિમાંશુભાઈ ખમાર અને ધનશ્યામભાઈ પટેલને રીપીટ કરવામાં આવ્યા છે. સહકારી ખરીદ વેચાણ સંઘમાંથી માત્ર એક જ ફોર્મ નિતીન પટેલનું ભરાતા તેમને બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે . જ્યારે 15 બેઠકોમાંથી પાંચ ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ખેડૂત પેનલની 10 ઉમેદવારોને લઈચૂંટણી યોજવા જઈ રહી છે.

Next Story