કમુર્તા પૂર્વે CM ભુપેન્દ્ર પટેલે સંભાળ્યો પદભાર, પૂજ્ય દાદા ભગવાનના શ્રીચરણોમાં ભાવપૂષ્પ કર્યા અર્પણ

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આજથી તેઓનો પદભાર સંભાળ્યો છે. આ પ્રસંગે તેઓએ મંત્રીમંડળના અન્ય સભ્યોને શુભકામના પાઠવી હતી

કમુર્તા પૂર્વે CM ભુપેન્દ્ર પટેલે સંભાળ્યો પદભાર, પૂજ્ય દાદા ભગવાનના શ્રીચરણોમાં ભાવપૂષ્પ કર્યા અર્પણ
New Update

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આજથી તેઓનો પદભાર સંભાળ્યો છે. આ પ્રસંગે તેઓએ મંત્રીમંડળના અન્ય સભ્યોને શુભકામના પાઠવી હતી.

સોમવારે ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ કેબિનેટની બેઠક મળી હતી. જેમાં મંત્રીઓને તેમના ખાતાની ફાળવણી કરાઈ હતી. ત્યારે આજે મંગળવારે 13 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિ સંકુલ પહોચ્યા હતા. તેઓએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ઉપરાંત તેમના મંત્રીમંડળમાં સામેલ અન્ય મંત્રીઓ પણ પોતાનો ચાર્જ લઈ લીધો હતો. ભુપેન્દ્ર પટેલે સીમંધર સ્વામીની મૂર્તિ તથા પૂજ્ય દાદા ભગવાનના શ્રીચરણોમાં ભાવપૂષ્પ અર્પણ કરીને રાજ્યનું જનસેવા દાયિત્વ આજથી સંભાળી લીધું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે બહુજન હિતાય-બહુજન સુખાયની ખેવના તેમજ 'સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ'ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ધ્યેયમંત્ર સાથે આજે મંગળવાર તા. 13મી ડિસેમ્બરથી જ પોતાના પદભાર સંભાળ્યા છે.મુખ્યમંત્રીએ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.

#Gujarat #ConnectGujarat #BeyondJustNews #CM Bhupendra Patel #minister #took over the office #Cabinate
Here are a few more articles:
Read the Next Article