કચ્છ : કલેક્ટ તરીકે અમિત અરોરાએ પદભાર સંભાળ્યો, વિકાસકાર્યોના પ્રોજેક્ટ્સ, પાયાની માળખાગત સુવિધાઓનો પ્રાથમિકતા આપવા કર્યો નિર્ધાર

New Update
કચ્છ : કલેક્ટ તરીકે અમિત અરોરાએ પદભાર સંભાળ્યો, વિકાસકાર્યોના પ્રોજેક્ટ્સ, પાયાની માળખાગત સુવિધાઓનો પ્રાથમિકતા આપવા કર્યો નિર્ધાર

કચ્છ જિલ્લા સમાહર્તા તરીકેનો પદભાર વિધિવત રીતે વર્ષ 2012 બેચના આઈ.એ.એસ અધિકારી અમિત અરોરાએ સંભાળી લીધો હતો. પુરોગામી કલેક્ટર દિલીપ રાણાએ નવનિયુક્ત કલેક્ટર અમિત અરોરાને પુષ્પગુચ્છ અને કચ્છ શાલ સાથે આવકાર આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.

નવનિયુક્ત કચ્છ જિલ્લા સમાહર્તા અમિત અરોરાએ પદભાર સંભાળતા કચ્છ જિલ્લામાં મહત્વના ચાર મુદાઓ ઉપર પ્રાથમિકતાથી કામગીરી કરવા ભાર મૂક્યો હતો. તેઓએ કચ્છ જિલ્લામાં ચાલુ અગત્યના વિકાસકાર્યોના પ્રોજેક્ટ્સ, પાયાની માળખાગત સુવિધાઓનો વિકાસ, વહીવટી સુધારણા તેમજ સરકારની મહત્વની ફ્લેગશીપ યોજનાઓને જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. વધુમાં અરોરાએ જણાવ્યું હતું કે, કચ્છની જનતાએ અહીં કાર્યરત અધિકારીશ્રીઓને ખૂબ જ પ્રેમ આપ્યો છે ત્યારે તેઓ પણ કચ્છની જનતાને ઉત્તમોત્તમ વિકાસકાર્યોની ભેટ આપવા પ્રયત્ન કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે કાર્યરત દિલીપ રાણાને વડોદરા ખાતે બઢતી મળતા આજે નવનિયુક્ત કલેક્ટરશ્રી અમિત અરોરાએ ચાર્જ સંભાળ્યો હતો. અગાઉ શ્રી અરોરા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે કાર્યરત હતા.

Read the Next Article

દાહોદ : રાછરડા ગામે કૃષિ વિભાગની ટીમે રેડ કરીને બંધ ગોડાઉનમાંથી 361 થેલી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો

એક તરફ જ્યાં ખેડૂતોને ખેતી માટે યુરિયા ખાતરની અછત સર્જાય છે,તો બીજી તરફ ખાતર માફિયાઓ દ્વારા યુરિયા ખાતરનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે..

New Update
  • યુરિયા ખાતરના કાળા કારોબારનો મામલો

  • કૃષિ વિભાગે રેડ કરીને કર્યો પર્દાફાશ

  • બંધ ગોડાઉનમાંથી ઝડપાયો જથ્થો

  • 361 થેલી કરવામાં આવી જપ્ત

  • કૃષિ વિભાગે શરૂ કરી તપાસ

દાહોદ જિલ્લાના રાછરડા ગામમાં એક બંધ ગોડાઉનમાંથી કૃષિ વિભાગની ટીમે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો હતો,અને 361 થેલી યુરિયા ખાતરની જપ્ત કરીને કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો.

દાહોદ જિલ્લાના રાછરડા ગામમાં એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે યુરિયા ખાતરનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની ગ્રામજનો તેમજ ખેડૂતો દ્વારા કૃષિ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી.જે ફરિયાદને આધારે કૃષિ વિભાગના અધિકારીઓએ પોલીસને સાથે રાખીને બંધ ગોડાઉન પર રેડ કરી હતી.આ રેડમાં ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો,કૃષિ વિભાગે 361 જેટલી યુરિયા ખાતરની થેલી જપ્ત કરી હતી.

એક તરફ જ્યાં ખેડૂતોને ખેતી માટે યુરિયા ખાતરની અછત સર્જાય છે,તો બીજી તરફ ખાતર માફિયાઓ દ્વારા યુરિયા ખાતરનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે.કૃષિ અધિકારીના જણાવ્યા મુજબ ગોડાઉનમાં જરૂરી લાયસન્સ અને પરવાનગી વગર યુરિયા ખાતરનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે,અને ગોડાઉન સંચાલકની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાની તેઓએ જણાવી રહ્યા છે.અને આ ખાતરનો જથ્થો રાજસ્થાનનો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.