કચ્છ : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા બદ્રીકાશ્રમમાં ઘનશ્યામ જન્મોત્સવની દબદબાભેર ઉજવણી,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

કચ્છ : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા બદ્રીકાશ્રમમાં ઘનશ્યામ જન્મોત્સવની દબદબાભેર ઉજવણી,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
New Update

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજીત શ્રીનરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં બદ્રીકાશ્રમ ખાતે મહોત્સવનાં બીજા દિવસે કથાનાં વક્તા દ્વારા નરનારાયણ દેવનો મહિમા વર્ણવવામાં આવ્યો હતો. સાથોસાથ આચાર્ય મહારાજ, સદ્‌ગુરૂ મહંતસ્વામી આદિ વડીલ સંતોની ઉપસ્થિતિમાં ત્રણ પુસ્તકોનું વિમોચન, ઘનશ્યામ જન્મોત્સત ઉજવવાની સાથે સ્વામીનારાયણ સેવાશ્રમ માટે સેવા આપનાર તમામ યજમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રારંભમાં કથાનાં વક્તા ગોલોકવિહારી સ્વામીએ શ્રીમદ્‌ સત્સંગીજીવન કથાનું રસપાન કરાવ્યું હતું. જેમાં તેમણે નરનારાયણ દેવનો મહિમા વર્ણવ્યો હતો. બાદમાં આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ, લાલજી મહારાજ, સદ્‌ગુરૂ મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપ મહંત સ્વામી ભગવદ્‌જીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી, શાસ્ત્રીસ્વામી દેવચરણદાસજી આદિ સંતોની ઉપસ્થિતિમાં હસ્તે સંપ્રદાયનો જેનાથી ઉત્કર્ષ થાય, સંપ્રદાયનો જેનાથી વિકાસ થાય તેવા શાસ્ત્રોનાં અનેક વિમોચનો કરવામાં આવ્યા હતાં.

જેમાં દશ ઉપનિષદ ભગવાન વેદવ્યાસજીએ લોક કલ્યાણને માટે જે ઉપનિષદ પ્રવૃત્તિ કરેલી એ ઉપનિષદનું વ્યખ્યા સહિત ગુજરાતીમાં અનુવાદમાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

સાથોસાથ જે સ્ત્રોત્રનો રાજા કહેવાય એ વિષ્ણુ સહસ્ત્રનામ પણ આજે દિવ્ય વ્યાખ્યા કરી સંતોએ બહુજ સુર્લભ બનાવ્યું એવું વિષ્ણુ શહસ્ત્રનામક પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. એવીજ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય માત્ર બાહ્ય બિલ્ડીંગો બાંધી શકે તેવું જ નથી પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તત્વજ્ઞાન પણ કેટલુ અદ્‌ભૂત અને દિવ્ય છે, આ તત્વજ્ઞાનનું સંપૂર્ણ જેમાં જ્ઞાન સંતોએ પોતાની કલમેથી શાસ્ત્રોમાં લખાયેલું છે, એ સ્વામિનારાયણ સંક્ષિપ્ત તત્વ જ્ઞાન નામક પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પુસ્તકો હરિભક્તો સહિતનાં લોકો પોતાના ઘરે અવશ્ય વસાવે કે જેનાથી સૌને આનંદ તેમજ પુસ્તક વાંચવાથી પરમાત્માની ઓળખાણ થશે. આજે કથા બાદ અનેક સંતોના પણ પ્રવચનો યોજાયા હતાં. સ્વામીનારાયણ સેવાશ્રમ માટે દાન આપનાર દાતાઓનાં પણ સન્માન કરવામાં આવ્યા હતાં. બપોર બાદના સત્રમાં કથા દરિમયાન આવતા વિવિધ પ્રસંગો પૈકી ઘનશ્યામ જન્મોત્સતની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન ઉપર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો ત્યારે ઉપસ્થિત સૌ કોઈને દિવ્ય દર્શનની અનુભૂતિ થઈ હતી. સભાનું સંચાલન શાસ્ત્રી સુકદેવસ્વરૂપસ્વામીએ કર્યુ હતું.

#Kutch #prospective devotees #Bhuj Swaminarayan Temple #celebrated #Badrikashram #grand style #Ghanshyam Janmotsav #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article