કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ફૂલોનો દિવ્ય શણગાર કરાયો, ચૂરમા લાડુનો અન્નકુટ ધરાવાયો

ગુજરાત | Featured | સમાચાર, ગણેશ ચતુર્થી નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હજારીગલ-ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર- ચુરમાના લાડુંનો અન્નકૂટ એવં ગણપતિદાદાનું પૂજન-અર્ચન-આરતી

author-image
By Connect Gujarat Desk
New Update
temple

ગણેશ ચતુર્થી નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હજારીગલ-ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર- ચુરમાના લાડુંનો અન્નકૂટ એવં ગણપતિદાદાનું પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી હતી

 વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.07-09-2024 ને શનિવાર- ગણેશ ચતુર્થી - ગણેશ ચોથ-ભાદરવા સુદ-૪ના રોજશ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને  હજારીગલ-ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી  પૂજારી સ્વામી દ્વારા  કરવામાં આવી હતી.સાથો સાથ દાદાને ચુરમાના લાડુંનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો.
             
 ગણેશ ચતુર્થી નિમિતે શ્રીહરિ સવારે 08:00 કલાકે પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો-પૂજા પાઠ-કરી ગણપતિદાદાનું પૂજન-અર્ચન કરી  પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા ગણપતિજીની આરતી  કરવામાં આવ્યુ હતું. હજારો ભક્તોએ પ્રત્યક્ષ આ અનેરા દર્શનનૉ  તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો  અનુભવ કર્યો હતો
Latest Stories