કષ્ટભંનજનદેવને  200 કિલો ગુલાબના તથા રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરાયો

શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી  હરિપ્રકાશદાસજીની પ્રેરણા

New Update
botad
શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી  હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શનિવાર  નિમિત્તે  તારીખ:19-10-2024ના  રોજ શ્રીકષ્ટભંજનદેવને રંગબેરંગી  ફુલોનો દિવ્ય  શણગાર  કરવામાં આવ્યો હતો.
સવારે 05:30 કલાકે મંગળા આરતી  પૂજારી સ્વામી તથા શણગાર આરતી કોઠારી વિવેકસાગર સ્વામી-અથાણાવાળા દ્વારા  કરવામાં આવી હતી.પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજથી દાદાના પાટોત્સવ નિમિત્તે હનુમાન ચરિત્ર કથા શરૂ થશે. જે અંતર્ગત બપોરે 4 વાગ્યે પોથીયાત્રા યોજાશે. જેમાં ગામના અને ભક્તો સહિત 500થી વધુ લોકો જોડાશે. સિંહાસને 200 કિલો ગુલાબના ફુલનો શણગાર કરાયો છે. આજે દાદાને પહેરાવેલા પ્યોર સિલ્કના વાઘા વૃંદાવનમાં 15 દિવસે તૈયાર થયા હતા.
Latest Stories