કેસર કેરીનાં ગઢ ગણાતા તાલાળા ગીર ખાતે કેસર કેરીની હરરાજી યોજાઇ હતી. જગ વિખ્યાત ગીરની કેસર કેરી ગત તમામ વર્ષના રેકોર્ડ તોડી સર્વોચ્ય 1500 રૂપિયે બોક્સનાં ભાવે પહોંચી.ફળોનાં રાજા તરીકે ઓળખાતી કેસર કેરીની તાલાળા એપીએમસી ખાતે વિધિવત હરરાજીની શરૂઆત થઈ હતી.ગત વર્ષની તુલના એ ખૂબ ઓછા એટલે કે માત્ર 2600 બોક્સ જ કેસરના કેરીનાંમાર્કેટમાં આવ્યા હતા.હરરાજીનું પ્રથમ બોક્સ 16 હજાર રૂપિયામાં ગયું હતું.
આ રકમ પરંપરાગત રીતે ગૌશાળામાં આપવામાં આવી હતી.ત્યારબાદ ન્યૂનતમ 500 રૂપિયા અને મહત્તમ 1500 રૂપિયામાં સારી કેરીના એક બોક્સની બોલી લાગી હતી.નાના અને મધ્યમ ફળના 700 થી 800 રૂપિયા બોક્સનો ભાવ રહેશે.પ્રતિકૂળ હવામાન અને ગત વર્ષનાં વાવાઝોડાને કારણે કેરીને ગ્રહણ લાગી ગયું છે.જેને લઈ ઉત્પાદન ઘણુંજ ઘટ્યું છે. અંદાજે 15 જૂન સુધી સિઝન ચાલશે.પરંતુ પ્રમાણમાં કેસરની આવક ઓછી થશે.
સમગ્ર ગીર વિસ્તારમાં આ વખતે વાતાવરણની વિષમતાને કારણે કેસરનું ઉત્પાદન ઘટ્યું છે.ત્યારે કેસર પકવતા ખેડૂતો ખૂબ મોટી નુકશાની ભોગવી રહ્યા છે.સરેરાશ જો ભાવ ઊંચા રહે તો ખેડૂતોના ભાગે ઓછી નુકશાની આવે. સામે વેપારીને પણ મોટું નુકસાન ન જાય. હાલમાં કેસરના એક બોક્સનો ભાવ 800,1200 અને મહત્તમ 1500 રૂપિયા આવી રહ્યો છે. કેસરના એક બોક્સનો ન્યૂનતમ ભાવ 1500 થી લઈને 2 હજાર રૂપિયા જેવો મળે તો પણ માત્ર મૂડી ઉભી થાય તેવું છે. સિઝન લાંબી ચાલવા છતાં ઓછા માલની આવકને કારણે ભાવો જળવાઈ રહેશે.આખી સિઝન દરમ્યાન માંડ 5 લાખ બોક્સ તાલાળા કેરી માર્કેટમાં આવે તેવી સંભાવના છે.આ વર્ષ ગરીબ લોકો માટે તો કેસર કડવી બનશે તે નક્કી