/connect-gujarat/media/post_banners/52b87f3b8c6623a805b06c7f995418aa6d58bd3bdaff6737d5d0765f01162b77.jpg)
ગુજરાત રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી હેઠળ હેઠળ ગુ ૮,૭૪,૧૧૦ આવાસોનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે જેના કારણે ગરીબ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે
દેશમાં દરેક પરિવારને ઘરનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) હેઠળ ગુજરાતમાં આઠ લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ થયું છે. પરિણામે, શહેરી વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનું ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. ખેડા નગરમાં વસતા અને વાંસના ટોપલા -ટોપલી બનાવી આજીવિકા રળતા ગરીબ પરિવારના લોકોને પણ પોતાના સપનાનું ઘર મળ્યુ છે. આ છે ખેડાના ફાંસી ચકલા વિસ્તારમાં રહેતા ભરતભાઈનું સપનાનું ઘર.વાંસના ટોપલા બનાવી રોજીરોટી રળતા ભરતભાઈનું છેલ્લા સાત વર્ષથી પાકું ઘર બનાવવાનું સપનું હતું. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ પાકુ ઘર બનાવી શકતા નહોતા. પણ, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સાડાત્રણ લાખ રુપિયાની સહાય મળતાં તેમનું સપનું સાકાર થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી હેઠળ હેઠળ ગુજરાતમાં ૧ મે, ૨૦૨૩ની સ્થિતિએ ૮,૭૪,૧૧૦ આવાસોનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમાં સરકાર દ્વારા ૧,૦૭,૬૯૫ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.