Connect Gujarat
ગુજરાત

ખેડા: યાત્રાધામ વડતાલથી ઐતિહાસિક સમરસ કાવડ યાત્રાનો ભાજપ અધ્યક્ષ સી. આર.પાટિલના હસ્તે પ્રારંભ

ખેડા જિલ્લાના વડતાલ ખાતેથી અખિલ ભારતીય સંત સમતી દ્વારા ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા આયોજિત થઈ રહી છે

X

ખેડા જિલ્લાના વડતાલ ખાતેથી અખિલ ભારતીય સંત સમતી દ્વારા ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા આયોજિત થઈ રહી છે આ કાવડ યાત્રા દ્વારા હરિદ્વારથી જળ લાવી 182 વિધાનસભાઓ ના 202 પૌરાણિક શિવાલયોમાં અભિષેક કરવામાં આવશે.આ કાવડ યાત્રામાં 2200 જેટલાં કાવડ યાત્રીઓ ને 250 જેટલાં સંતો જોડાયા છે. આ યાત્રાનો પવિત્ર યાત્રા ધામ વડતાલ ખાતેથી ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.વડતાલ ખાતેથી શુભારંભ થયેલી આ યાત્રામાં વડતાલ મંદિરના આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિના ચેરમેન નૌતમ સ્વામી, કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, મુખ્ય દંડક પંકજ દેસાઈ, ગોરધન ઝડફિયા, ભાર્ગવ ભટ્ટ સહિત, સંતો - મહંતો ઉપસ્થિત રહ્યા હતા

Next Story