Connect Gujarat
ગુજરાત

ખેડા : મહેસુલ વિભાગના નાયબ સચિવ એ.કે.ઉપાધ્યાયે બાળકોને ઉમંગભર્યા વાતાવરણમાં કરાવ્યો શાળા પ્રવેશ...

ખેડા : મહેસુલ વિભાગના નાયબ સચિવ એ.કે.ઉપાધ્યાયે બાળકોને ઉમંગભર્યા વાતાવરણમાં કરાવ્યો શાળા પ્રવેશ...
X

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાની નવા બોભા પ્રાથમિક શાળામાં શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહેસુલ વિભાગના નાયબ સચિવ એ.કે.ઉપાધ્યાયે બાળકોને ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં શાળા પ્રવેશ કરાવ્યો હતો.

નવા બોભા પ્રાથમિક શાળામાં આંગણવાડીના ૨ કુમાર અને ૨ કન્યા, બાલવાટિકામાં ૭ કુમાર અને ૧૧ કન્યા તેમજ ધોરણ-૧માં એક કુમાર સહિત કુલ ૨૩ બાળકોનું શાળાના આંગણે સ્વાગત કરી કુમકુમ તિલક કરી શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. નાયબ સચિવ એ.કે.ઉપાધ્યાયે દરેક બાળકને ઉચ્ચ શિક્ષણ આપવાનો વાલીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, કોઈપણ સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. પ્રવેશ લેનાર બાળકો પ્રાથમિક અને ઉચ્ચતર શિક્ષણ મેળવે તે જોવા તેમણે શિક્ષકોને ભાર પૂર્વક જણાવ્યું હતું. તેમણે શાળાની સ્વચ્છતા,શાળા દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રકૃતિ પ્રોજેક્ટની સરાહના કરી શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી. ધો. ૩થી ૮માં પ્રથમ આવનાર બાળકોનું સન્માન કરવા સાથે જ્ઞાનસેતુ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર શાળાની વિદ્યાર્થીની નેહા ચૌહાણનું પણ‌ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકોને શૈક્ષણિક કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

Next Story