“મારી માટી, મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત ખેડા જીલ્લા કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં બ એથક યોજાય હતી. આ બેઠકમાં જરૂરી માઈક્રોપ્લાનીંગ કરી સંબધિત વિભાગોને સંકલનમાં કામગીરી કરવા દિશા-નિર્દેશ કરવામાં આવી હતા.
ખેડા જિલ્લામાં આગામી તા. ૯મી ઓગષ્ટથી યોજાનાર “મારી માટી, મારો દેશ” કાર્યક્રમનાં સફળ આયોજન હેતુ જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીએ સંબધિત વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાય હતી. જેમાં ’મારી માટી, મારો દેશ’ કાર્યક્રમનાં અનુસંધાને ‘શિલાફલકમ’ માટે જરૂરી સ્થળ, સમય, કળશની બનાવટ, તકતીની બનાવટ, પંચ પ્રાણ પ્રતિજ્ઞા, વસુધા વંદન માટે ૭૫ વૃક્ષોનું વાવેતર, વીરોનાં વંદન માટે જરૂરી શહીદોની યાદી, ધ્વજારોહણ અને કેમ્પેઈન વેબસાઈટ સહીતની બાબતો પર સંવાદ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીએ ’મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત સન્માન થનાર વીરોની યાદી બનાવવામાં પુરતી તકેદારી રાખી કોઈ પણ શહીદ સન્માનથી વંચિત ન રહી જાય તે સુનિચ્છિત કરવા જણાવ્યુ હતું. ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયેલ અગ્રવાલે ખાસ કરીને આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત સ્તરે કરવામાં આવનાર કામગીરીની માહિતિ આપી હતી, તથા અમૃતવાટિકા અંતર્ગત લોક ભાગીદારી દ્વારા ગુણવત્તાયુક્ત ‘શિલાફલકમ’ બનાવવા કાર્યક્રમનાં નોડલ અધિકારીઓને સુચન આપ્યું હતું.
નોંધનીય છે કે, સમગ્ર દેશ સહિત ખેડા જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી-મારો દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે, તારે આ કાર્યક્રમ આગામી ઓગષ્ટ માસની તા. ૯થી આરંભ થશે. સમગ્ર દેશમાં માટીને નમન, વીરોને વંદન થીમ પર વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત કરવામાં આવશે.
આ માટે ગ્રામ્ય કક્ષાથી નવી દિલ્હી સુઘી જનભાગીદારીના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.એચ.રબારી તેમજ સંબધિત વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.