/connect-gujarat/media/post_banners/b26b803312abbf93a358e198a6c60f06c5343fb5fa540546bb93e3dd684aa5cb.webp)
હવાનું પ્રદૂષણ એ જટિલ સમસ્યા બનતી જાય છે ત્યારે સરકારે આ પ્રદૂષણને નિયંત્રિત કરવા કમર કસી છે. આજે ગામડાઓમાં ભારત સરકારની "ગોબર ધન યોજના" થકી પ્રદૂષણમુક્ત ઈંધણનો વિકલ્પ ઉપ્લબ્ધ બની રહ્યો છે. ખેડા જિલ્લાના ખેડૂત જયદિપસિંહ ચૌહાણ છેલ્લા પાંચ વર્ષથી ગૌ આધારીત ખેતી કરે છે.
આ ખેતીના પગલે તેમની આવક વધી છે અને જમીન ફળદ્રુપ બની છે. તેમણે બે મહિના પહેલા બાયો ગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવ્યો છે. તેઓ દરરોજ 50 કિલો છાણ અને પાણીના મિશ્રણથી બાયોગેસ પ્લાન્ટ ચલાવે છે. જેનાથી તેઓ સંતુષ્ટ છે.હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આ ગોબરગેસ કેવી રીતે ઈન્સ્ટોલ કરાવવો અને આ યોજનામાં કેટલો લાભ મળે છે.
તમે ગોબરઘન યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવી શકો છો. આ પ્લાન્ટમાંથી દર મહિને 2થી 3 બોટલ જેટલો ગેસ ઉત્પન્ન થાય છે. જે બળતણમાં ઉપયોગી થાય છે.આ પ્લાન્ટની કુલ કિંમત રુ.42 હજાર છે જેમાં લાભાર્થીનો ફાળો ફક્ત રુ.5 હજાર છે. બાકીના પૈસા સરકાર આપે છે. આમ, લાભાર્થી ફક્ત 5 હજારના રોકાણથી ગેસ રિફિલિંગની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મેળવી શકો છો.અને આ ઉપરાંત આ પ્લાન્ટમાંથી ઉચ્ચ ગુણવતાવાળું સેન્દ્રીય ખાતર મળે છે..