ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સમસપુર ગ્રામ લોકોને વિવિધ સરકારી યોજનાઓની જાણકારી તેમજ યોજનાકીય લાભ આપવા હેતુસર વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહેમદાવાદ તાલુકાના સમસપુર ગામે પહોંચી હતી. જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સરકારની યોજનાઓથી માહિતગાર કરી યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત પી.એમ.યુ.વાય., એસ.એચ.સી. નિદર્શન, જૈવિક ખેતી, આયુષ્યમાન કાર્ડ, પી.એમ. કિશાન યોજના, ઓ.ડી.એફ.+, જલ જીવન મિશન, જન ધન યોજના, જમીન રેકર્ડ ડીઝીટાઇઝેશન યોજનાઓના લાભ આપવા સહિત લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેતીવાડી, આરોગ્ય, બેન્ક, મિશન મંગલમ, જલ જીવન, આઇ.આર.ડી. વગેરે યોજનાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ધરતી કરે પુકાર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તથા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ભારતને ૨૦૪૭ સુધી વિકસિત અને આત્મનિર્ભર બનાવવા શપથ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પી.એમ.યુ.વાય., પી.એમ. કિશાન, પી.એમ.જે.એ.વાય, પી.એમ.જી.કે.એ.વાય યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલ લાભની વાત કરી અન્ય લોકોને સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.