Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : વર્ષ 1971માં ખેડબ્રહ્માના ધારાસભ્ય રહી ચૂકેલા ગુજરાતના એકમાત્ર જેઠાભાઈ રાઠોડને સરકારી સહાયની "આશ"

જેઠાભાઈ રાઠોડ હાલમાં સમગ્ર ગુજરાતના એકમાત્ર BPL રેશનકાર્ડ ધરાવનારા ધારાસભ્ય બન્યા છે

X

ગુજરાત વિધાનસભામાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના ધારાસભ્ય રહી ચૂકેલા જેઠાભાઈ રાઠોડ હાલમાં સમગ્ર ગુજરાતના એકમાત્ર BPL રેશનકાર્ડ ધરાવનારા ધારાસભ્ય બન્યા છે. વર્ષ 1967થી 1971 સુધી ખેડબ્રહ્માના ધારાસભ્ય પદે રહેલા જેઠાભાઇ રાઠોડ સાયકલ પ્રવાસ કરી સ્થાનિક કોંગ્રેસ ઉમેદવાર સામે સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે 17 હજારથી વધુ મત મેળવી વિજેતા થયા હતા. એટલું જ નહીં જેઠાભાઇ રાઠોડ એસ.ટી. બસમાં ખેડબ્રહ્માથી ગાંધીનગર જતા હતા. દુષ્કાળના વર્ષ તરીકે પાંચ વર્ષમાં તળાવ તેમજ રસ્તાના કામને પ્રાધાન્ય આપ્યું હતું.

જેને લોકો આજે પણ યાદ રાખે છે, આ વર્ષો દરમિયાન સ્થાનિક લોકો સહિત સમગ્ર વિધાનસભામાં સાઇકલ પર પ્રવાસ કરી લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બનનાર આ ધારાસભ્યની આટલા વર્ષો પછી પણ સરકાર દ્વારા કોઈ દરકાર લેવામાં આવી નથી. સાબરકાંઠા જિલ્લામાં એસ.ટી અનામત બેઠક તરીકે ખેડબ્રહ્મા વિધાનસભા આઝાદીથી આજ દિન સુધી કેટલાય ધારાસભ્યોએ જીત મેળવી ચૂકી છે. જોકે, સ્થાનિક જનતા માટે આજે પણ જેઠાભાઈ રાઠોડનું નામ વિશેષ રીતે જાણીતું છે. આટલા વર્ષો પછી પણ સરકાર દ્વારા નથી કોઈ સહાય મળી કે, નથી તેઓને પેંશનનો લાભ મળ્યો. એક તરફ પૂર્વ ધારાસભ્ય માટે વિશેષ આયોગ બનાવ્યા બાદ પણ ન્યાય નથી મળ્યો, ત્યારે પ્રમાણિકતા અને નિષ્ઠા કેટલા અંશે જેઠાભાઇ રાઠોડના જીવનમાં સફર બની રહે છે તે જોવું રહ્યું.

Next Story