/connect-gujarat/media/post_banners/452c6521d3544029c386553e9bb35016ba2186d2cbead060f1f3ee38ef9cd5a0.jpg)
કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરને આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના 6 વર્ષ પુરા થઈને 7માં વર્ષમાં પ્રવેશ થયો છે. આ પ્રસંગે વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે ખોડલધામનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ખોડિયાર માતાજીના મંદિરે CM ભૂપેન્દ્ર પટેલે ધ્વજારોહણ કર્યું હતુ. આ કાર્યક્રમમાં ખોડલધામ ચેરમેન તથા ખોડલધામ ટ્ર્સ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કેબિનેટ અને રાજ્ય કક્ષાના અનેક મંત્રીઓ સહિત ધારાસભ્યોનું ખોડલધામનો ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતુ. સાથે ખોડલધામના 40 નવા ટ્રસ્ટીઓનું પણ ખોડલધામનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતુ. જનમેદનીને સંબોધતા ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે આપણે ભવ્ય મહોત્સવનું આયોજન કર્યું છે, ત્યારે આવનારા વર્ષમાં એટલે કે, 2027માં ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે રાજકોટ નજીક અમરેલી ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 50 એકર જગ્યા પર શિક્ષણ અને આરોગ્યને લઇને ખુબ મોટા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ટુંક સમયમાં થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રતીક મંદિર ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા જમીનની ખરીદી પણ થઇ ગઈ છે, જ્યાં ટૂંક સમયમાં જ કામ શરૂ કરી દેવામાં આવશે. સંબોધનના અંતમાં તેઓએ માઁ ખોડલ અને દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરી ગુજરાતના મુખ્યમંત્રીની આગેવાની હેઠળ રાજ્યના તમામ પરિવાર કુશળ રહે તેવી પ્રાથના કરી હતી.