Connect Gujarat
ગુજરાત

કચ્છનું ધોરડો વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ, સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ પર્યટન સંગઠને કરી જાહેરાત.....

ગુજરાતના વધુ એક સ્થળને વૈશ્વિક ફલક પર પ્રવાસન સ્થળનું બિરૂદ મળ્યું છે. કચ્છના ધોરડોને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.

કચ્છનું ધોરડો વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ, સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ પર્યટન સંગઠને કરી જાહેરાત.....
X

ગુજરાતના વધુ એક સ્થળને વૈશ્વિક ફલક પર પ્રવાસન સ્થળનું બિરૂદ મળ્યું છે. કચ્છના ધોરડોને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ પર્યટન સંગઠને તેની જાહેરાત કરતાં ભારતના પ્રવાસન મંત્રાલયે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. વિશ્વ પર્યટન સંગઠન એટલે કે UNWTOએ ઉત્કૃષ્ટ પ્રવાસન ગામ 2023ની જાહેરાત કરી છે. કુલ 260 અરજીઓમાંથી 54 ગામની પસંદગી કરવામાં આવી છે. જેમાં ધોરડો પણ સામેલ છે. વિશ્વ પર્યટન સંગઠને પોતાની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે- આ સન્માન તેવા ગામોને આપવામાં આવ્યું છે જે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાનપાનની પરંપરાઓની જાળવણીમાં અગ્રણી છે. નિવેદનમાં કહેવાયું છે કે 2021માં શરૂ કરાયેલી આ પહેલ UNWTOના ગ્રામીણ વિકાસ પર્યટન કાર્યક્રમનો ભાગ છે. આ કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ અને સમાવેશને પ્રોત્સાહન આપવા, વસ્તી ઘટાડા સામે લડવા તેમજ એડવાન્સ ઈનોવેશન માટે પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે. કુલ 260 અરજીઓમાંથી 54 ગામની પસંદગી કરવામાં આવી છે. જેમાં ધોરડો પણ સામેલ છે.

વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ એટલે સફેદ રણ છે, જે ધોરડોમાં આવેલુ છે. સફેદ રણમાં દર વર્ષે યોજાતો રણોત્સવ ખૂબ જ લોકપ્રિય બન્યો છે. ધોરડો એ ગરવા ગુજરાતની ગૌરવાન્વિત કરનારી કલાની ધરતી છે. કચ્છનું ધોરડો વૈભવશાળી રજવાડી ઈતિહાસ ધરાવે છે. તે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. રણમાં સૂર્યાસ્તનો અદભૂત નજારો નિહાળવો એ પ્રવાસીઓ માટે એક લ્હાવો છે. ધોરડોએ ગુજરાતના સાંસ્કૃતિક વારસાને વાચા આપી છે.

Next Story