Connect Gujarat
ગુજરાત

કચ્છ: 600 સ્થળોએથી રૂપિયા 1.60 કરોડની વીજચોરી ઝડપાય

કરછમાં વીજ કંપનીનો સપાટો, મોટાપાયે વીજ ચોરી ઝડપાય.

X

કચ્છ જિલ્લામાં રાજ્યની ટિમ દ્વારા હાઇવે હોટલોમાંથી વીજચોરી પકડવામાં આવી હતી જે બાદ સ્થાનિક તંત્ર હરકતમાં આવતા પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં 600 સ્થળોએથી અંદાજે રૂપિયા 1.60 કરોડની વીજચોરી ઝડપી લેવાઈ છે.

કચ્છમાં ભચાઉ ગાંધીધામ ખાતે હાઇવે પર આવેલ હોટલો દ્વારા ગેરકાયદે રીતે વીજળી મેળવી ચોરી કરવામાં આવી રહી છે જે અંગે સમયાંતરે કાર્યવાહી પણ થતી હોય છે ત્યારે તાજેતરમાં વડોદરાની ટીમે સપાટો બોલાવ્યા બાદ સ્થાનિક પીજીવીસીએલ વિભાગ પણ હરકતમાં આવ્યું છે ડિવિઝનલ ઈજનેર એ.એસ.ગરવાએ જણાવ્યું કે, પૂર્વ કચ્છમાં 2084 કનેક્શન ચકાસી 247 માંથી 112.67 કરોડની વીજચોરી ઝડપી લેવાઈ છે જ્યારે આ તરફ પશ્ચિમ કચ્છમાં 3721 વીજ કનેકશન ચકાસી તેમાં 281 માંથી ગેરરીતિ પકડવામાં આવી છે જે પેટે કુલ રૂ.57.57 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

વીજચોરી પર સપાટો જિલ્લાની ટીમેં બોલાવ્યો છે ત્યારે સબ ડિવિઝનલ ઈજનેર સામે પગલા લેવાયા કે કેમ તે અંગે પૂછતાં કહ્યું કે આમ તો પ્રથમ જવાબદારી સબ ડિવિઝન ઈજનેરની બને છે જેથી તેઓએ કાર્યવાહી ન કરી જેથી અન્ય ટિમો દ્વારા વીજચોરી પકડવામાં આવી છે ત્યારે આ અંગે ખુલાસો પૂછવા નોટિસ અપાઈ છે ખાસ તો જ્યારે વીજ વપરાશ વધુ હોય તેવા સમયે જ રેડ પાડવામાં આવે છે.

Next Story