New Update
ભુજના કોટાય ગામે ઉત્સવનો માહોલ
અભિનેતા આમીર ખાન ગામમાં પહોંચ્યા
ફિલ્મ સિતારે જમીન પરનું કર્યું પ્રમોશન
ફિલ્મ યુ ટ્યુબ પર કરવામાં આવી રિલીઝ
મોટી સંખ્યામાં ગ્રામજનો રહ્યા ઉપસ્થિત
ફિલ્મ અભિનેતા આમીર ખાન ફિલ્મ 'સિતારે જમીન પર'ના પ્રમોશન માટે કરછના નાના એવા કોટાય ગામમાં પહોંચ્યા હતા જેના પગલે ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ફિલ્મ અભિનેતા આમીર ખાન તેની ફિલ્મ 'સિતારે જમીન પર'ના પ્રમોશન માટે ભુજ તાલુકાના નાનકડા એવા કોટાય ગામે પહોંચ્યા હતા જેને લઇને ગામમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.આમિર ખાનની હિટ ફિલ્મ 'લગાન'નું શુટિંગ ભુજ તાલુકાના કુનરિયા-કોટાય વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.અઢી દાયકા અગાઉ આ ફિલ્મનું શૂટિંગ થયું ત્યારે કોટાય ગામના લોકોએ 6 મહિના સુધી સારો એવો સપોર્ટ કર્યો હતો ત્યારથી આમિર ખાનની કોટાય ગામ અને અહીંના આગેવાન ઘનાભાઈ ચાડ સાથે મિત્રતા બંધાઇ હતી.હાલમાં તેઓએ દરેક વ્યક્તિ ફિલ્મ જોઈ શકે એ માટે OTT ના બદલે યુ ટ્યુબમાં ફિલ્મ રિલીઝ કરી છે અને તેનો પહેલો શો ભુજના કોટાય ગામેં કરવામાં આવ્યો હતો.
આમિર ખાને પહેલો શો કોઈ ગામમાં બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી નાના માણસો પણ ફિલ્મ જોઈ શકે.કોટાય ગામમાં આજ દિન સુધી કોઈ ફિલ્મ આવી નથી ત્યારે આમિર ખાને આ જ ગામમાં ફિલ્મ બતાવવાનું નક્કી કર્યું અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.લગાન ફિલ્મના શૂટિંગ સમયની યાદો તાજી કરી લોકો સાથે પણ સંવાદ કર્યો હતો.આત્મીયભર્યા વ્યવહારને લઈને લોકોમાં પણ ખુશી જોવા મળી હતી.
Latest Stories