કચ્છ : ભુજની હોમગાર્ડ કચેરીમાંથી રાજાશાહી સમયનો ખજાનો મળી આવ્યો

કચ્છના ભુજમાં મહાદેવ ગેટ પાસે જૂની મામલતદાર કચેરી ટંકશાળ તરીકે ઓળખાય છે તેમાં જિલ્લા હોમગાર્ડ કચેરી કાર્યરત કરાઈ છે

New Update
Advertisment

કચ્છના ભુજમાં આવેલ હોમગાર્ડ યુનિટની કચેરીમાંથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો છે.જુના જમાનાના પેટારાની તપાસ કરતા તેમાંથી રાજાશાહી વખતની ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી આવી હતી.

Advertisment
કચ્છના ભુજમાં મહાદેવ ગેટ પાસે જૂની મામલતદાર કચેરી ટંકશાળ તરીકે ઓળખાય છે તેમાં જિલ્લા હોમગાર્ડ કચેરી કાર્યરત કરાઈ છે અને જિલ્લા કમાન્ડન્ટ જે પટારો ટેબલ તરીકે રાખીને બેસતા હતા તેમાંથી વર્ષો જૂનો ચાંદીનો સામાન મળી આવ્યો છે.જિલ્લા કમાન્ડન્ટ મનીષભાઈ બારોટનું ધ્યાન પટારાના ખુલ્લા તાળા પર જતા તેમણે તાત્કાલિક પ્રાંત અધિકારી અનીલ જાદવને જાણ કરી હતી.
પ્રાંત અધિકારીએ ગંભીરતા અને સતર્કતા દાખવી તાત્કાલિક તપાસ માટે મામલતદાર એન.એસ મલેક, સર્કલ ઓફિસર અમિત યાદવ, જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર, નાયબ મામલતદાર શિવજી પાયણને મોકલાવ્યા હતા તપાસ કરતાં ભૂકંપ સમયે તત્કાલીન જાગીર શાખા દ્વારા જે તે વખતે જૂની ચાંદીની વસ્તુઓ જમા કરાઇ હતી તે અહીં સંગ્રહ કરાઇ હતી.તાત્કાલિક આ સ્થળને સીલ મારી દેવાયું હતું.  ભૂકંપ સમયે અહીં મામલતદાર કચેરી અને જૂની ટંકશાળ કચેરી કાર્યરત હતી ત્યારબાદ ઓફિસનું સ્થળાંતર થતાં આ પટારા સહિતની ચીજ વસ્તુઓ રહી ગઈ હોવાનું અનુમાન કરાયું છે.