કચ્છ : સાયકલ પર પેટ્રોલિંગ કરી SPએ લોકોની સુરક્ષા માટે પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનો આપ્યો સંદેશ...

જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર સાયકલ પર પેટ્રોલિંગ કરી લોકોની સુરક્ષા માટે પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનો સંદેશ આપ્યો

New Update
કચ્છ : સાયકલ પર પેટ્રોલિંગ કરી SPએ લોકોની સુરક્ષા માટે પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનો આપ્યો સંદેશ...

ગાંધીધામ શહેરમાં પોલીસે કર્યું સાયકલ ઉપર પેટ્રોલિંગ

Advertisment W3.CSS

લોકસુરક્ષા માટે પોલીસ પ્રયત્નશીલ હોવાનો આપ્યો સંદેશ

જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર રહ્યા વિશેષ ઉપસ્થિત

દિવાળીના તહેવાર ટાણે કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર સાયકલ પર પેટ્રોલિંગ કરી લોકોની સુરક્ષા માટે પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનો સંદેશ આપ્યો હતો. દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દિવાળીના તહેવારો દરમ્યાન સુરક્ષા માટે પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનો લોકોને સંદેશ આપી રહી છે.

તેવામાં કચ્છ જિલ્લાના તમામ પોલીસ મથકો તથા LCB, SOG સહિત જિલ્લા ટ્રાફિક શાખા, સીટી ટ્રાફિક શાખા તથા હેડ ક્વાર્ટરના પોલીસ કર્મચારીઓ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે, ત્યારે કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારની આગેવાની હેઠળ ગાંધીધામ શહેરના વિવિધ વિસ્તારોમાં સાયકલ પર પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.