New Update
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિપરજોય વાવાઝોડાની સંભવિત આફતના પગલે કચ્છ સહિતના દરિયાકિનારાના જિલ્લાઓના ગામોના કેટલાંક ગામોના સરપંચો સાથે "સીએમ ડેશ-બોર્ડ"ના માધ્યમથી વાતચીત કરી. મુખ્યમંત્રીએ દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર-સોમનાથ જિલ્લાના ગામોના સરપંચોનો સી.એમ. ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્ર મારફતે સંપર્ક કરીને ગામોની માહિતી મેળવી. દરિયાકિનારાથી ૧૦ કિલોમીટરની સુધીના વિસ્તારમાં આવતા ૧૬૪ ગામોનો મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સીએમ ડેશબોર્ડથી સીધો સંપર્ક કરાયો.
મુખ્યમંત્રીના આ સંવાદના સમયે સરપંચોએ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલી મદદ માટે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
Latest Stories