કચ્છ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખાવડા હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું...

ગ્રીનગ્રોથ થકી વિકસિત ગુજરાતનો માર્ગ મોકળો બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર વર્ષ ૨૦૨૦માં ખાવડા પાસે આર.ઈ. પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું

New Update
Khavda Energy Park

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ખાવડા ગામ નજીક આકાર લઈ રહેલા સૌથી મોટા હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી (આર.ઈ.) પાર્કની મુલાકાત લઈ વિવિધ કંપનીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

CM Bhupendra Patl Kutch

ભુપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ખાવડા ગામ નજીક સૌથી મોટા હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી (આર.ઈ.) પાર્કનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છેગ્રીનગ્રોથ થકી વિકસિત ગુજરાતનો માર્ગ મોકળો બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર વર્ષ ૨૦૨૦માં ખાવડા પાસે આર.ઈ. પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું. જેમાં અંદાજે ૮૦૦ સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં નિર્માણાધિન રિન્યુએબલ એનર્જી પાર્કમાં વર્ષ ૨૦૨૮ સુધીમાં ૩૭ ગીગાવોટ ૧૦૦ ટકા પર્યાવરણ અનુકૂળ વીજળી ઉત્પાદનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.‌

Khawda Hybrid Renewable Energy Park

ખાવડા રિન્યૂએબલ એનર્જી પાર્કમાંથી દેશનાં અંદાજે ૧ કરોડ ૮૫ લાખ ઘરને વર્ષ ૨૦૨૮ સુધીમાં વીજળી મળશેત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લઈ વિવિધ કંપનીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ તકે મુખ્યમંત્રીએ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતેથી સોલાર અને પવન ઉર્જાના ગ્રીનગ્રોથની ઝલક ઝીલી અધિકારીઓ સાથે પ્રગતિ હેઠળના કામની સમીક્ષા કરી હતીઅને ગ્રીન ઉર્જાના વિઝન અંગે માર્ગદર્શન આપ્યુ હતું.

Renewable Energy Park

આ તકે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના ચીફ પ્રોજેક્ટ ઓફિસરશ્રી રાજેન્દ્ર મિસ્ત્રીએ પાર્કમાં અત્યાર સુધીમાં થયેલા કામ તથા પ્રગતિ હેઠળના કામનું પ્રેઝન્ટેશન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કેઆર.ઈ. પાર્કમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ આરઈએલગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડઅદાણી ગ્રીન એનર્જી લિમિટેડસર્જન રીયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડ સહિત સરકારી અને ખાનગી કંપનીઓનાં પ્રોજેક્ટ દ્વારા વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

આ પ્રસંગે કચ્છ કલેક્ટર આનંદ પટેલઅગ્રણી દેવજી વરચંદનેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડના અજય સેહગલઅદાણી ગૃપના પ્રોજેક્ટ હેડ તીર્થનાથ સિંઘસર્જન રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિશ્ર અનિલ મુસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories