/connect-gujarat/media/post_banners/f92ca230c469878493a79bdaf6292c4b41b65921b48bc7961ed0428fbd1bc24e.webp)
કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના વિંઘાબેર ગામ ખાતે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટર BMC (બલ્ક મિલ્ક કૂલર)નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અમૂલ GCMMFના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અબડાસાના લોક લાડીલા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
અબડાસા તાલુકાના વિંઘાબેર ગામે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટર BMCના ઉદ્ઘાટન પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે, ડેરીમાં ઉચ્ચ ગુણવતાવાળું દૂધ ભરાવવાનો જ આગ્રહ રાખવો. તેમજ સરહદ ડેરી દ્વારા કરવામાં આવતા પશુ સુધારણા કાર્યક્રમ વીશે પશુપાલકો સાથે ચર્ચાવિચારણા કરી. તેમજ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી (ET) વિષે જણાવ્યુ હતું કે, પશુપાલકોને પશુ માવજત પાછળ થતા વધારાના ખર્ચમાંથી મુક્તિ મળશે જેથી પશુપાલકોને વધુ નફો થશે.
આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક ધારા ધોરણ સાથે પશુપાલન કરીયે જેથી દૂધમાં વધારો થાય, તેથી પશુપાલકોને ફાયદો થાય. આ સાથે સરહદ ડેરી તેમજ પશુપલકોને જ્યારે જરૂર પડશે, ત્યારે ગુજરાત સરકાર પશુપાલકો માટે તત્પર રહેશે. અત્રે નોંધનિય છે કે, આ ક્લસ્ટર BMCમાં જખૌ, લાલા, આશીરાવાંઢ, કુકડાઉ, વિંઘાબેર, પ્રજાઉ, સીંઘોડી મોટી, સીંઘોડી ચોકડી, કોણીયારા એમ મળીને કુલ 8 ગામનું દૈનિક 7,300 લિટર જેટલું દૂધ આવશે.
આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા,સરહદ ડેરીના ડાયરેક્ટર જેશા રબારી અને મયુર મોતા તેમજ બહોળી સંખ્યામાં મંડળીના પ્રમુખ-મંત્રી તેમજ પશુપાલકો હાજર રહ્યા હતા.