Connect Gujarat
ગુજરાત

કચ્છ : ધોરડો સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ…

X

સફેદ રણના આકાશમાં જામ્યું રંગબેરંગી પતંગોનું આકર્ષણ

દેશ-વિદેશથી આવેલા પતંગબાજોનું કરાયું અદકેરું સ્વાગત

પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા કલેકટરનો સૌને અનુરોધ

કચ્છના ધોરડો સફેદ રણમાં ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવોએ 19 જેટલા દેશમાંથી આવેલા પતંગબાજોનું મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. દેશ-વિદેશથી આવેલા પતંગબાજોએ અવનવી ડિઝાઇનની પતંગોના કરતબો કરી સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. આ અવસરે જિલ્લા કલેક્ટરએ વિદેશથી અને ભારતના અન્ય રાજ્યમાંથી આવેલા પતંગબાજોને શુભેચ્છાઓ પાઠવીને કચ્છ જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.

Next Story