Connect Gujarat
ગુજરાત

કચ્છ: સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-2નો પ્રારંભ,203 ટીમોએ લીધો ભાગ

કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-2નો પ્રારંભ કરવામાં આવ્યો હતો

X

કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-2નો પ્રારંભ કરવામાં આવ્યો હતો

કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત "સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૨ " કચ્છની સૌથી મોટી ઓપન ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ ટુર્નામેન્ટ તા.૧૭-૧૧-૨૦૨૩ થી તા.૨૩-૧૨-૨૦૨૩ સુધી જ્યુબીલી ગ્રાઉન્ડ, ભુજ ખાતે રમાડવામાં આવશે.આ ટુર્નામેન્ટમાં કુલ-૨૦૩ ટીમોએ ભાગ લીધો છે. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા,ભાજ.પા.ના અધ્યક્ષ દેવજીવરચંદ, ભુજના ધારાસભ્ય કેશુ પટેલ, અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા ઉપસ્થિત રહ્યા હતા

Next Story