Connect Gujarat
ગુજરાત

કચ્છ: ભારે વરસાદથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં સાંસદ વિનોદ ચાવડાએ ફૂડ પેકેટનું કર્યું વિતરણ

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા આજે માંડવી અને અબડાસા તાલુકાનાં પુરગ્રસ્ત વિસ્તારો અને વરસાદથી બેહાલ થયેલ પૂરગ્રસ્તોને મળી નુકશાની – પશુઓના મૃત્યુ લોકોને પડેલ મુશ્કેલીઓની સમીક્ષા કરી ગુજરાત સરકારમાં રજૂઆત કરી સમયસર મદદ ઉપલબ્ધ થાય માટે પ્રયત્ન કરવાનું જણાવ્યુ

કચ્છ: ભારે વરસાદથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં સાંસદ વિનોદ ચાવડાએ ફૂડ પેકેટનું કર્યું વિતરણ
X

અનાધાર વરસાદના પગલે કચ્છના મોટા ભાગના તાલુકાઓમાં અતિવૃષ્ટિ જેવી હાલત છે, કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા આજે માંડવી અને અબડાસા તાલુકાનાં પુરગ્રસ્ત વિસ્તારો અને વરસાદથી બેહાલ થયેલ પૂરગ્રસ્તોને મળી નુકશાની – પશુઓના મૃત્યુ લોકોને પડેલ મુશ્કેલીઓની સમીક્ષા કરી ગુજરાત સરકારમાં રજૂઆત કરી સમયસર મદદ ઉપલબ્ધ થાય માટે પ્રયત્ન કરવાનું જણાવ્યુ હતું.

માંડવી – અબડાસા પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે લઈ જરૂરતમંદ પરિવારોને રાશન કીટો તેમજ ફૂડ પેકેટ વિતરણ કર્યા હતા સાંસદે જણાવ્યુ હતું કે કચ્છમાં અષાઢ માસની શરૂઆતના દિવસોમાં પડેલ અનરાધાર વરસાદે જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે, વહીવટી તંત્ર પૂરતા પ્રમાણ માં માહિતી અને મદદ પૂરી પાળે છે, એન.ડી.આર.એફ.ની ટીમો સતર્ક છે, હજુ હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની આગાહીઓ છે ત્યારે જનતા, વહીવટી તંત્ર તથા સાથી મિત્રોને સચેત રહેવા સાંસદે સૂચન કર્યું હતું.


પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે લઈ જરૂરતમંદ પરિવારોને રાશન કીટો તેમજ ફૂડ પેકેટ વિતરણ દરમ્યાન તેમની સાથે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા,જિલ્લા બીજેપી મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવે સર્વ દેવાંગભાઈ દવે,કિશનસિંહ જાડેજા,કમલેશ ગઢવી, વિશાલ ઠક્કર, હનિફ જત, જશુબેન હિરાણી, હરેશ વિંઝોડા, પ્રેમજી કેરાઈ, વિજય ગઢવી,નિમેશ દવે, દિનેશભાઈ હિરાણી, સામતસિંહ સોઢા, વિજય ચૌહાણ, પારસ સંઘવી, લાંતિક શાહ, પ્રવિણ ગોર, રશ્મિકાંત પરમાર, જગદીશ જોષી, નુરમામદ કુંભાર સાથે રહ્યા હતા.

અબડાસા વિસ્તારમાં તાલુકા બીજેપી પ્રમુખ મહેશભાઇ ભાનુશાલી, મહામંત્રી જયદીપસિંહ જાડેજા, જિલ્લા બીજેપી સર્વશ્રી પરેશભાઈ ભાનુશાલી, જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમ ગોરડીયા, જયદેવસિંહ જાડેજા, જૈન સમાજ ડુમરાના ટ્રસ્ટી પદમજીભાઇ જૈન સાથે જોડાયા હતા.

Next Story