કચ્છ : કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈ સાબરમતી જેલના હવાલે, નલિયા કોર્ટનો હુકમ...

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈને તા. 25 એપ્રિલના રોજ ગુજરાત એટીએસ દ્વારા નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો.

New Update
કચ્છ : કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈ સાબરમતી જેલના હવાલે, નલિયા કોર્ટનો હુકમ...

કચ્છ જિલ્લાના જખૌ બંદરે 8 મહીના અગાઉ ઝડપાયેલા 200 કરોડના હેરોઇન કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈને સાબરમતી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈને તા. 25 એપ્રિલના રોજ ગુજરાત એટીએસ દ્વારા નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. તા. 14 સપ્ટેમ્બરે એટીએસ અને કોસ્ટગાર્ડે જખૌના દરિયામાં ઓપરેશન કરીને પાકિસ્તાન તરફથી આવતી અલત્યાસા બોટમાંથી 200 કરોડના હેરોઇન સાથે 6 પાકિસ્તાની ખલાસીને ઝડપ્યા હતા. પંજાબની જેલમાં બેઠેલા નાઇજિરિયન કેદી ઓબીન્ના ઉર્ફે ચીફ અને કપૂરથલા જેલના કેદી મહેરાજ રહેમાનીએ પાકિસ્તાનથી વાયા કચ્છ થઈને પંજાબ માટે આ હેરોઇન મંગાવ્યું હતું. જખૌના મીઠા પોર્ટ ખાતે હેરોઇન લેવા આવનાર જગ્ગીસિંઘ અને સરતાજ ઓસલીમ મલીકને અમદાવાદથી દબોચી લેવાયા હતા. આ કેસમાં લોરેન્સ બીશ્નોઈના કહેવાથી હેરોઇન મંગાવાયું હોવાનું બહાર આવ્યું હતું. આ દરમ્યાન પાકિસ્તાન કનેકશન સહિતની અનેક બાબતો સામે આવી હતી. નાઇજિરિયન મહિલા અનિતા કે, જે હાલ દિલ્હીમાં છે, તેના ઈશારે આખું ડ્રગનું રેકેટ ચાલે છે, અને લોરેન્સ બીશ્નોઈએ મહિલાના કહેવાથી હેરોઇન મંગાવ્યું હતું. જેથી અનિતા નામની મહિલાને શોધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તો બીજી તરફ, આજે લોરેન્સ બીશ્નોઈને નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં વધુ રિમાન્ડની માંગણી ન થતા કોર્ટના હુકમ પ્રમાણે તેને ચેતક કમાન્ડો સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાબરમતી જેલ મોકલી દેવામાં આવ્યો છે.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.