કચ્છ : કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈ સાબરમતી જેલના હવાલે, નલિયા કોર્ટનો હુકમ...

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈને તા. 25 એપ્રિલના રોજ ગુજરાત એટીએસ દ્વારા નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો.

કચ્છ : કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈ સાબરમતી જેલના હવાલે, નલિયા કોર્ટનો હુકમ...
New Update

કચ્છ જિલ્લાના જખૌ બંદરે 8 મહીના અગાઉ ઝડપાયેલા 200 કરોડના હેરોઇન કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈને સાબરમતી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈને તા. 25 એપ્રિલના રોજ ગુજરાત એટીએસ દ્વારા નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. તા. 14 સપ્ટેમ્બરે એટીએસ અને કોસ્ટગાર્ડે જખૌના દરિયામાં ઓપરેશન કરીને પાકિસ્તાન તરફથી આવતી અલત્યાસા બોટમાંથી 200 કરોડના હેરોઇન સાથે 6 પાકિસ્તાની ખલાસીને ઝડપ્યા હતા. પંજાબની જેલમાં બેઠેલા નાઇજિરિયન કેદી ઓબીન્ના ઉર્ફે ચીફ અને કપૂરથલા જેલના કેદી મહેરાજ રહેમાનીએ પાકિસ્તાનથી વાયા કચ્છ થઈને પંજાબ માટે આ હેરોઇન મંગાવ્યું હતું. જખૌના મીઠા પોર્ટ ખાતે હેરોઇન લેવા આવનાર જગ્ગીસિંઘ અને સરતાજ ઓસલીમ મલીકને અમદાવાદથી દબોચી લેવાયા હતા. આ કેસમાં લોરેન્સ બીશ્નોઈના કહેવાથી હેરોઇન મંગાવાયું હોવાનું બહાર આવ્યું હતું. આ દરમ્યાન પાકિસ્તાન કનેકશન સહિતની અનેક બાબતો સામે આવી હતી. નાઇજિરિયન મહિલા અનિતા કે, જે હાલ દિલ્હીમાં છે, તેના ઈશારે આખું ડ્રગનું રેકેટ ચાલે છે, અને લોરેન્સ બીશ્નોઈએ મહિલાના કહેવાથી હેરોઇન મંગાવ્યું હતું. જેથી અનિતા નામની મહિલાને શોધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તો બીજી તરફ, આજે લોરેન્સ બીશ્નોઈને નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં વધુ રિમાન્ડની માંગણી ન થતા કોર્ટના હુકમ પ્રમાણે તેને ચેતક કમાન્ડો સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાબરમતી જેલ મોકલી દેવામાં આવ્યો છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Kutch #Lawrence Bishnoi #Nalia court #Sabarmati Jail #Notorious gangster
Here are a few more articles:
Read the Next Article