Connect Gujarat
ગુજરાત

કચ્છ :માતાનામઢમાં બે વખત પત્રિવિધિ યોજાઈ, ભુજના આશાપુરા મંદિરમાં પત્રી વિધિ પૂર્ણ

કચ્છમાં નવરાત્રીની આઠમના રોજ માતાના મઢ ખાતે પત્રિવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

X

કચ્છમાં નવરાત્રીની આઠમના રોજ માતાના મઢ ખાતે પત્રિવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

નવરાત્રીની આઠમના રોજ કચ્છના માતાના મઢ ખાતે યોજાતી પત્રી વિધિનો એક વિશેષ મહત્વ છે. જો કે, રાજપરિવાર દ્વારા યોજાતી આ વિધિ બીજી વખત બે રાજ પરિવાર દ્વારા આ કરવામાં આવી હતી.આ વિધિ કોણ કરશે તે મુદ્દે લાંબા સમયથી ચાલતા અસમંજસ બાદ આજે સવારે રાજપરિવારના બન્ને પક્ષોએ પત્રી ઝીલતા અભૂતપૂર્વ ઘટના ઘટી હતી. કચ્છ રાજવી પરિવારના મહારાણી પ્રીતિ દેવીની આજ્ઞા અનુસાર મયૂર્ધ્વજસિંહ જાડેજા ઉપરાંત કુંવર હનુવંતસિંહ જાડેજાએ બીજી વખત પત્રી વિધિ કરતા આ પારંપરિક પૂજાવિધિને એક નવી દિશા તરફ વાળ્યું છે.લગભગ 450 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ કચ્છ રાજપરિવારના મોભીમાં આશાપુરા પાસે કચ્છની સુખાકારી માટે માતાજીના ખભે પત્રી વનસ્પતિ રાખી પોતાનો ખોળો પાથરે છે. પત્રી ખોળામાં પડતા માતાજી તરફથી આશીર્વાદ અપાયું હોવાનું માની આ વિધિ કચ્છના લોકોની આસ્થા સાથે બંધાયેલી છે. જો કે, રાજપરિવારમાંથી કોણ આ વિધિ કરે તે મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.ગત વર્ષે ભુજ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા બાદ મહારાણી પ્રીતિ દેવીએ પ્રથમ વખત પત્રી ઝીલતા કોઈ મહિલાના હસ્તે આ વિધિ થઈ હોય તેવી પ્રથમ ઘટના બની હતી. ત્યારે આ વર્ષે પ્રીતિ દેવીના માર્ગદર્શન હેઠળ મયૂર્ધ્વજસિંહ જાડેજા ઉપરાંત હનુવંતસિંહ દ્વારા પત્રી વિધિ કરવામાં આવતા ઇતિહાસમાં ક્યારેય ન ઘટી હોય તેવી ઘટના બીજી વખત ઘટી હતી.

Next Story