/connect-gujarat/media/post_banners/08daffd23f7ade888d8808345cee891ac8df3b10364a369916f6700d3623e28b.webp)
ચૈત્ર નવરાત્રી પૂર્ણ થતાં કરછ જિલ્લાના રાપર તાલુકામાં આવેલ BSFના BOP કુડા પોસ્ટ દ્વારા રામનવમીના દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધાર્મિક સંસ્કૃતિ જળવાય રહે એ માટે દેશની રક્ષા કરતાં જવાનો અને સ્થાનિક ગ્રામજનો દ્વારા રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત નવરાત્ર પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કંપની કમાન્ડર ઈન્સ્પેક્ટર રામધર ASI રાજેન્દ્રસિંહ શીલા, ચુનીલાલ જી અને પૂર્વ ડેપ્યુટી સરપંચ માયા ઘૈડા, રાયમલ ઘૈડા ઉપસ્થિત રહ્યા હતા.ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રામનવમી અને ચૈત્રી નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવે છે જેમાં ગ્રામજનો સાથે જવાનો પણ ઉત્સાહભેર જોડાય છે