Connect Gujarat
ગુજરાત

કચ્છ : રાપરના MBBSના વિધાર્થીએ ભંગારમાંથી બેટરીથી ચાલતી બાઈક બનાવી,જુઓ અદભૂત કારીગરી

છેલ્લા બે માસની મહેનત બાદ ઘરના વિશાળ ધાબા પર બેટરીથી ચાલતી ટુ સીટર 58 ઇંચની ગાડી ભંગારમાંથી બનાવી છે.

X

એમ.બી.બી.એસમાં પ્રવેશ મેળવનારા કચ્છના રાપરના 19 વર્ષીય શ્રેયએ સ્થાનિક ભંગારવાડામાંથી ચીજ વસ્તુઓ ભેગી કરી દિવસરાત મહેનત કરી અને અન્ય સામગ્રી એકઠી કરી ગાડી બનાવી છે.કચ્છ જિલ્લાના રાપર તાલુકાનાં શ્રેય ઓઝા કે જેઓ MBBSમાં અભ્યાસ અર્થે પ્રવેશ મેળવવા જઇ રહ્યો હતો.

તે પહેલા જ એક ડોક્ટરે એક એંજિનયરિંગનું કામ કરી બતાવ્યુ હતું. છેલ્લા બે માસની મહેનત બાદ ઘરના વિશાળ ધાબા પર બેટરીથી ચાલતી ટુ સીટર 58 ઇંચની ગાડી ભંગારમાંથી બનાવી છે. માતા પિતાના સહકારથી શ્રેયએ પોતાનું કામ પાર પાડ્યુ હતું. બેટરી, મોટર અને વિવિધ અન્ય વસ્તુઓ બજારમાંથી લીધી, મોબાઈલ ચાર્જિંગની સિસ્ટમ પણ અંદર લગાવી છે. શ્રેય આજે એક ડોક્ટરમાંથી સફળ એન્જિનિયર બની ગયો છે જેની કચ્છ જિલ્લામાં ચર્ચા થઇ રહી છે.

Next Story