કચ્છ : રાજવી પરિવારે એક કરોડ રૂપિયાની ઇલેકટ્રીક કાર ખરીદી, જર્મનીથી આયાત કરવામાં આવી મોંઘીદાટ કાર

ગુજરાત રાજ્યમાં સૌથી મોંઘી કાર કચ્છના રાજવી પરિવારે ખરીદી છે,રાજયની પ્રથમ ઇલેક્ટ્રીક લક્ઝુરીયસ કાર ભુજના રાજવી પરિવારે વસાવી છે ક

New Update
કચ્છ : રાજવી પરિવારે એક કરોડ રૂપિયાની ઇલેકટ્રીક કાર ખરીદી, જર્મનીથી આયાત કરવામાં આવી મોંઘીદાટ કાર

ગુજરાત રાજ્યમાં સૌથી મોંઘી કાર કચ્છના રાજવી પરિવારે ખરીદી છે,રાજયની પ્રથમ ઇલેક્ટ્રીક લક્ઝુરીયસ કાર ભુજના રાજવી પરિવારે વસાવી છે કચ્છના મહારાવ સ્વ પ્રાગમલજી ત્રીજા પર્યાવરણ માટે ખુબજ ચિંતિત હતા તેઓ જ્યારે હયાત હતા ત્યારે તેમણે જર્મનીમાં મર્શિડિઝ કંપનીને સ્પેશ્યલ ઇલેક્ટ્રિક કાર બનાવવા ઓર્ડર આપ્યો હતો જેની કિંમત એક કરોડ રૂપિયા છે.

હાલના સમયમાં ખુબ પ્રદુષણ થઇ રહ્યું છે જેના કારણે પર્યાવરણને ખુબ નુકશાન પહોંચ્યું છે. જ્યારે કચ્છનાં મહારાવ પ્રાગમલજી ત્રીજા હયાત હતા, ત્યારે પેટ્રોલ-ડીઝલની કારથી થતા પ્રદુષણને લઈને ખુબ ચિંતીત હતા. તે માટે તેમણે જર્મની સ્થિત મર્સીડીઝ બેન્ઝની કંપનીને ઇલેકટ્રીક કારનો ઓર્ડર આપ્યો હતો. અને એ કાર કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે ભુજના રણજિત વિલાસ પેલેસ પર આવી પહોંચી હતી...અન્ય ઇલેક્ટ્રિક કાર કરતાં આ કાર ફુલ્લી ઓટોમેટિક કાર છે, તેનો પાવર પણ 408 હોર્સપાવર જેટલો છે. અને આ કારમાં ઘણા બધા આધુનિક ફિચર પણ છે આ કારનો પીકપ પાવર 785 hp છે..આ ઇલેક્ટ્રીક કારની કિંમત 1 કરોડથી પણ વધારે છે .આ કારમાં 7 એરબેગ છે જે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ સારું કહી શકાય. આ ગાડી એક વખત ચાર્જ કર્યા પછી 450 કિલોમીટર ચાલે છે અને આ કારને ફૂલ ચાર્જ થતાં 7:30 કલાકનો સમય લાગે છે..આ કાર ફુલ્લી ઓટોમેટીક છે...ઉપરાંત 10.25 ઇંચની ડિજિટલ ટચસ્ક્રિન પણ છે તથા કોઈ પણ વ્યક્તિ ડ્રાઇવર સીટ પર બેસે તો તેની ઉંચાઇ અને શરીર પ્રમાણે તે સીટ ઓટોમેટીક એડજસ્ટ થાય છે ગુજરાતમાં ઇલેક્ટ્રિક કાર એકમાત્ર કચ્છના રાજવી પરિવાર પાસે છે.. હાલ લક્ઝરીયસ ઇલેક્ટ્રિક કાર આકર્ષણનું કેન્દ્ર બની જવા પામી છે પણ અફસોસની વાત એ છે કે,જેઓએ આ કાર મંગાવી તે મહારાવ પ્રાગમલજી ત્રીજાનું તાજેતરમાં દુઃખદ અવસાન થયું જેથી તેઓ પોતાની ઇચ્છા અધૂરી મૂકીને ચાલ્યા ગયા છે હાલમાં મહારાણી પ્રીતિદેવી રાજપરિવારના મોભી છે જેથી ભુજના રણજીતવિલાસ પેલેસ ખાતે આ કાર રાખવામાં આવી છે રાજ પરિવાર દ્વારા કારનો ઉપયોગ કરવામાં આવે છે.

Latest Stories