Connect Gujarat
ગુજરાત

કરછ: મુંદ્રા બંદરેથી રૂ.10 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાવવાનો મામલો, દંપત્તિ 10 દિવસના રિમાન્ડ પર

કચ્છના મુન્દ્રા અદાણી બંદરેથી ડીઆરઆઈની ટીમે 10 હજાર કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે જે કેસમાં ચેન્નઈથી દંપતીની ધરપકડ કરવામાં આવી છે.

X

કચ્છના મુન્દ્રા અદાણી બંદરેથી ડીઆરઆઈની ટીમે 10 હજાર કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે જે કેસમાં ચેન્નઈથી દંપતીની ધરપકડ કરવામાં આવી છે.જેઓને આજે ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવતા 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે ડીઆરઆઈ દ્વારા ઝડપી પાડવામાં આવેલ આ ડ્રગ્સનો જથ્થો અત્યારસુધીનો સૌથી મોટો માનવામાં આવે છે જેના પડઘા રાષ્ટ્રસ્તરે પણ પડ્યા છે.

ડીઆરઆઈના સ્પેશ્યલ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ચેન્નઈની પેઢી દ્વારા અફઘાનિસ્તાનથી ટેલકમ પાવડરની આડમાં આ ડ્રગ્સ મંગાવાયું હતું જે મુન્દ્રાથી દિલ્લી જવાનું હતું.જ્યા બાતમીના આધારે મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઈની ટીમે આ હેરોઇન ડ્રગ્સનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે.જેમાં 6 દિવસની તપાસ બાદ 3 હજાર કિલો હેરોઇન બે કન્ટેનરમાંથી જપ્ત કરવામાં આવ્યું છે અને હજી પણ તપાસ ચાલુમાં છે આ કેસમાં 17 મી તારીખે ચેન્નઇના વિજયવાડામાં રહેતા દંપતી ગોવિંદારાજુ દુર્ગા પૂર્ણ વૈશાલી અને તેના પતિ મચ્છાવરમ સુધાકરની ધરપકડ કરી ભુજની પાલારા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રખાયા હતા જેઓને આજે ભુજની નાર્કોટિક્સ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા.કોર્ટે બંનેના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે જેથી

ડીઆરઆઈની ટિમ તપાસ માટે હવે ચેન્નઈ,વિજયવાડા અને દિલ્લી જશે નોંધનીય છે કે આ માલ અફઘાનિસ્તાનથી મંગાવાયો હતો પણ ત્યાં પોર્ટ ન હોવાથી ઇરાનથી આ ડ્રગ્સ કચ્છમાં મુન્દ્રા બંદરે મોકલાયુ હતું અને ઝડપાઇ ગયું છે અત્યારસુધીના ઇતિહાસમાં ડીઆરઆઈની આ સૌથી મોટી સફળ કામગીરી છે અને હવે અન્ય માથાઓના નામ ખુલવા પામશે..

Next Story